નવી દિલ્હી: કૃષિ કાયદા (Farm Laws)  વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) ના નામ પર પ્રોપેગેન્ડા ફેલાવીને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) ની ટૂલકિટ અંગે મોટો ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોએટિક ફોર જસ્ટિસે તૈયાર કર્યો ડોક્યૂમેન્ટ
ગ્રેટા થનબર્ગે (Greta Thunberg) ખેડૂત આંદોલન (Farmers Protest) સંબંધિત જે ડોક્યૂમેન્ટ ટ્વીટ સાથે શેર કર્યો હતો તેને પોએટિક ફોર જસ્ટિસ (Poetic for Justice) ગ્રુપે તૈયાર કર્યો હતો. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પોએટિક ફોર જસ્ટિસના કો-ફાઉન્ડર મો ધાલીવાલ ભારતીય સુરક્ષા એજન્સીઓની નજરમાં છે. જાણકારોના મુજબ મો ધાલીવાલ ખાલિસ્તાન સમર્થક છે અને ભારત વિરુદ્ધ અનેક પ્રદર્શનોમાં સામેલ થઈ ચૂક્યો છે. 


Zee News ના ખુલાાસા પર મહોર લાગી
પોએટિક ફોર જસ્ટિસ ફાઉન્ડેશન  (PJF) ને લઈને ઝી ન્યૂઝના ખુલાસા પર એકવાર ફરીથી મહોર લાગી છે અને PJF ના કો ફાઉન્ડર મો ધાલીવાલ(MO Dhaliwal) નું સત્ય સામે આવ્યું છે. અત્રે જણાવવાનું કે ઝી ન્યૂઝે જણાવ્યું હતું કે પીજેએફ ખેડૂતોને ભડકાવે છે. 


Farmers Protest Will End? ખતમ થશે ખેડૂત આંદોલન? પડદા પાછળ આ ફોર્મ્યુલા પર ચાલી રહી છે વાતચીત!


રિહાનાને એક ટ્વીટ માટે મળ્યા હતા 2.5 મિલિયન ડોલર
સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પોપ સિંગર રિહાના ( Rihanna) ને તેની સાથે સંકળાયેલી એક PR એજન્સીએ ખેડૂત આંદોલનના સમર્થન માટે ટ્વીટ કરવાનું કહ્યું હતું અને આ માટે રિહાનાને 2.5 મિલિયન ડોલર એટલે કે લગભગ 18.23 કરોડ રૂપિયા મળ્યા હતા. આ મામલે તપાસ ચાલુ છે. 


કોણ છે મો ધાલીવાલ?
મો ધાલીવાલ નેકેડાના વાનકૂવરમાં રહે છે અને તેના કાકા ખાલિસ્તાની આતંકી રહી ચૂક્યા છે. જેને પંજાબ પોલીસે 1984માં એન્કાન્ટરમાં માર્યો હતો. 26 જાન્યુઆરી 2021ના રોજ પણ ધાલીવાલે કેનેડા સ્થિતિ ભારતીય દૂતાવાસ સામે પ્રદર્શન કર્યું હતું અને કહ્યું હતું કે અસલ લડત ભારતના ટુકડા કરવાની છે. 


Rihanna એ બદનામ કરવાની કરી કોશિશ છતાં ભારતે કર્યું એવું કામ, Barbados PM એ કહ્યું- આભાર


દિલ્હી  પોલીસે ગૂગલ પાસે માંગ્યો જવાબ
દિલ્હી પોલીસના સાઈબર સેલે ગૂગલ પાસે જવાબ માંગ્યો છે. ઈમેઈલ દ્વારા ગૂગલને પૂછવામાં આવ્યું છે કે ટૂલકિટનું IP એડ્રસ શું છે. અત્રે જણાવવાનું કે ટૂલકિટ ગૂગલ ડ્રાઈવ દ્વારા શેર કરાઈ હતી. આથી ગૂગલ પાસે જવાબ માંગવામાં આવ્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube