Farmers Protest Will End? ખતમ થશે ખેડૂત આંદોલન? પડદા પાછળ આ ફોર્મ્યુલા પર ચાલી રહી છે વાતચીત!
જો બધુ ઠીક રહ્યું તો આવનારા દિવસોમાં ખેડૂત આંદોલન ( Farmers Protest) સમાપ્ત થવાના સમાચાર મળી શકે છે. ખેડૂત આંદોલનને ખતમ કરવા માટે પંજાબ સરકાર કેન્દ્ર સરકારને સતત એક સર્વસામાન્ય ફોર્મ્યૂલાને શોધવાની વાત કરી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: જો બધુ ઠીક રહ્યું તો આવનારા દિવસોમાં ખેડૂત આંદોલન ( Farmers Protest) સમાપ્ત થવાના સમાચાર મળી શકે છે. ખેડૂત આંદોલનને ખતમ કરવા માટે પંજાબ સરકાર કેન્દ્ર સરકારને સતત એક સર્વસામાન્ય ફોર્મ્યૂલાને શોધવાની વાત કરી રહી છે.
ઈન્ડિયન એક્સપ્રેસ અખબારના રિપોર્ટ મુજબ ગણતંત્ર દિવસે દિલ્હી (Delhi) ના લાલ કિલ્લા પર જે કઈ થયું તેનાથી પંજાબ સરકાર ખુબ ચિંતિત છે. ત્યારબાદ ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે અંતર વધી ગયુ છે. જેનાથી ચિંતિત પંજાબની અમરિન્દર સિંહ સરકારે પોતાના કેટલાક ટોચના અધિકારીઓને દિલ્હી મોકલ્યા છે. આ અધિકારીઓ કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે પડદા પાછળ વાતચીત કરી રહ્યા છે.
ચિંતિત છે પંજાબ સરકાર
વાત જાણે એમ છે કે પંજાબ સરકારને એ ચિંતા છે કે લાલ કિલ્લા (Red Fort) પર શીખ ધર્મનો ઝંડો નિશાન સાહિબ ફરકાવવામાં આવ્યા બાદ આ મુદ્દો ખુબ ભાવનાત્મક બની ગયો છે. રાજ્ય સરકારને ચિંતા છે કે જો ખેડૂતો આ આંદોલન (Farmers Protest) માં કઈ પણ મેળવ્યા વગર પાછા ફરશે તો રાજ્યમાં આક્રોશ ખુબ વધી જશે અને આ આક્રોશને વિદેશી તાકાતો પોતાના પક્ષમાં કરી શકે છે. તેઓ આ તકનો ફાયદો ઉઠાવી શકે છે. જેનાથી સ્થિતિ વધુ બગડશે. રિપોર્ટ મુજબ આ કારણ છેકે તાજેતરમાં ઓલ પાર્ટી મિટિંગમાં મુખ્યમંત્રી અમરિન્દર સિંહે ઓપરેશન બ્લ્યૂ સ્ટારની ચર્ચા કરી હતી.
અખબારમાં લખવામાં આવ્યું છે કે પડદા પાછળ ચાલી રહેલી આ વાર્તા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે સારું થયું કે રાકેશ ટિકૈતે આંદોલનમાં પ્રાણ ફૂંક્યા. નહીં તો લાલ કિલ્લાની ઘટના બાદ આ આંદોલન મૃતપ્રાય અવસ્થામાં પહોંચી ગયું હતું અને ખેડૂતો ખાલી હાથ પાછા ફરવા માટે વિવશ હતા. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. કહેવું છે કે હાલ બંને તરફથી વાર્તામાં ડેડલોક બનેલું છે. સરકાર આ ત્રણેય કાયદા પાછા ખેંચવા તૈયાર નથી અને ખેડૂતો કાયદા પાછા ખેંચવાથી ઓછું કશું જ સ્વીકારવા તૈયાર નથી.
આ છે ફોર્મ્યુલા
આવામાં એક વચ્ચેનો ફોર્મ્યુલા કાઢવાની કોશિશ થઈ રહી છે. આ ફોર્મ્યુલા કાયદા (Farm Laws) ને ટાળવાનો છે. સરકાર આમ તો કાયદાને દોઢ વર્ષ માટે ટાળવા તૈયાર થયેલી જ છે. આવામાં કહેવાય છે કે જો સરકાર આ કાયદાને દોઢની જગ્યાએ ત્રણ વર્ષ માટે ટાળી દે તો ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવા માટે રાજી કરી શકાય છે. આ પ્રકારે જો કાયદા 2024 સુધીમાં ટાળી દેવાય તો ત્યારબાદ લોકસભાની ચૂંટણી આવી જશે.
કેન્દ્ર સરકાર પણ ચિંતિત
આ રિપોર્ટમાં કહેવાયું છે કે કેન્દ્ર સરકાર પણ આંદોલનના કારણે પંજાબમાં બગડી રહેલી સ્થિતિથી માહિતગાર છે. રિપોર્ટમાં કહેવાયું છેકે પંજાબના મુખ્યમંત્રી કાર્યાલયે આ અંગે પોતાના અધિકારીઓની સાથે સાથે ખેડૂત સંગઠનોને પણ આ અંગે જણાવ્યું છે.
આંદોલનને વધી રહ્યું છે સમર્થન
આ વાર્તા સાથે નીકટથી જોડાયેલા એક વ્યક્તિએ કહ્યું કે હવે આંદોલન પર સતત જન સમર્થન વધી રહ્યું છે. ગ્રામ પંચાયતો આંદોલનને ચાલુ રાખવા માટે સક્રિય થઈ ગઈ છે. ગામડાઓમાં નવા ટ્રેક્ટર ખરીદવામાં આવી રહ્યાં છે જેનાથી ખેડૂત આંદોલનમાં સામેલ થવા માટે દિલ્હી જઈ શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે