મણિપુરમાં BJPની સરકાર પર સંકટના વાદળ છવાયા, ડેપ્યુટી CM અને 3 મંત્રીના રાજીનામા
મણિપુર(Manipur) માં ભાજપ(BJP)ના નેતૃત્વવાળી એન બીરેન સિંહની સરકાર પર સંકટના વાદળ છવાઈ રહ્યા છે. ભાજપના 3 ધારાસભ્યોએ બુધવારે પાર્ટી સાથે છેડો ફાડીને કોંગ્રેસનો હાથ પકડી લીધો. આ ઉપરાંત ડેપ્યુટી સીએમ જોયકુમાર સિંહ અને અન્ય ત્રણ મંત્રીઓએ પણ રાજીનામા આપ્યા છે. એક અપક્ષ ધારાસભ્યે પણ સરકારને આપેલુ સમર્થન પાછું ખેચ્યું છે.
નવી દિલ્હી: મણિપુર(Manipur) માં ભાજપ(BJP)ના નેતૃત્વવાળી એન બીરેન સિંહની સરકાર પર સંકટના વાદળ છવાઈ રહ્યા છે. ભાજપના 3 ધારાસભ્યોએ બુધવારે પાર્ટી સાથે છેડો ફાડીને કોંગ્રેસનો હાથ પકડી લીધો. આ ઉપરાંત ડેપ્યુટી સીએમ જોયકુમાર સિંહ અને અન્ય ત્રણ મંત્રીઓએ પણ રાજીનામા આપ્યા છે. એક અપક્ષ ધારાસભ્યે પણ સરકારને આપેલુ સમર્થન પાછું ખેચ્યું છે.
ભારત 8મી વાર UNSCનો અસ્થાયી સભ્ય બન્યું, અમેરિકાએ કર્યું ઉષ્માભર્યુ સ્વાગત, પાકિસ્તાન હેરાન પરેશાન
મુખ્યમંત્રીને સોંપ્યા રાજીનામા
રાજ્યના મુખ્યમંત્રી એન બીરેન સિંહને અલગ અલગ સોંપાયેલા રાજીનામામાં ડેપ્યુટી સીએમ અને અન્ય મંત્રીઓ તરફથી કહેવાયું છે કે તેમણે મણિપુરમાં ભાજપના નેતૃત્વવાળી સરકારના કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. મીડિયા સાથે વાતચીતમાં જોયકુમાર સિંહે કહ્યું કે મેં મારું રાજીનામું મુખ્યમંત્રીને સોંપી દીધુ છે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube