હિસાર: સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ રાજ્યસભા સાંસદ ડૉ.સુભાષ ચંદ્રા (Dr. Subhash Chandra) એ દત્તક લીધેલા ગામડાઓને સ્માર્ટ વીલેજનું સ્વરૂપ આપવાના પ્રયત્નો સતત ચાલુ છે. આ ગામડાઓમાં મૂળભૂત સુવિધાઓની સાથે સાથે ખેડૂતોની આવક વધે તે માટે પણ ખાસ  પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ જ કડીમાં ખેડૂતો (Farmers) માટે બનાવવામાં આવેલી આદમપુર ફાર્મર્સ પ્રોડ્યુસર  કંપનીના સકારાત્મક પરિણામો હવે જોવા મળી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નક્સલીઓની UPના રાજ ભવનને ફૂંકી મારવાની ધમકી, કહ્યું-10 દિવસમાં ખાલી કરો


કંપનીના કાર્યાલયનું ઉદ્ધાટન 4 ઓગસ્ટ 2019નું ખુદ રાજ્યસભા સાંસદ ડૉ.સુભાષ ચંદ્રાએ કર્યું હતું. કંપનીમાં 10 સભ્યો ડાઈરેક્ટર છે. ખાસ વાત એ છે કે આ બધા ખેડૂતો જ છે. કારણ કે ખેડૂત જ ખેડૂત વિશે સારું વિચારી શકે છે. તેના સકારાત્મક પરિણામો વિશે તમે એ રીતે અંદાજો લગાવી શકો કે રાષ્ટ્રીય કૃષિ બજાર એટલે કે eNAM દ્વારા હાલમાં જ સરસવના પાકનું પહેલીવાર ઓનલાઈન ટ્રેડિંગ કરવામાં આવ્યું. ખેડૂતોને ફક્ત 38.75 ક્વિન્ટલ સરસવ વેચવાથી 3637 રૂપિયા બજાર કરતા વધુ મળ્યાં. આ સાથે જ કમિશન તરીકે આદમપુર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીને 3874 રૂપિયા મળ્યાં. તે પણ કંપનીએ ખેડૂતોને બોનસ તરીકે આપી દીધા. ખેડૂતોને પૂરો ફાયદો તો 7511 રૂપિયાનો થયો. એટલે કે ખેડૂતોને આ રકમનો તો ફાયદો થયો જ સાથે સાથે ખાસ વાત એ રહી કે જે પાક વેચાણનું કમિશન મળે છે તે પણ ખેડૂતોને બોનસ તરીકે આપી દેવામાં આવ્યું. 


પ્રિયંકાના બંગલામાં ઘૂસી જનારી કાર શારદા ત્યાગીની હતી, જાણો કોંગ્રેસના આ મહિલા નેતા વિશે


પાંચ ગામને લીધા છે દત્તક
આદમપુર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપનીના ડાઈરેક્ટર ઈન્દ્ર સિંહે કહ્યું કે જ્યારથી કાર્યાલય ખુલ્યું છે ત્યારથી કાર્યાલયમાં ખેડૂતો પહોંચ્યા છે. તેમને બીજ અંગે, ખાતર અંગે અને પાકની પેદાશ સંબંધિત તમામ પહેલુઓના જવાબ આપવામાં આવે છે. મથનનો આ દોર દરરોજ ચાલે છે. તેમણે જણાવ્યું કે રાજ્યસભા સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાએ જેમ કે આદમપુર વિસ્તારના પાંચ ગામ દત્તક લીધા છે. તેઓ ઈચ્છે છે કે આ ગામડાઓના ખેડૂતોની આવક પણ વધે. આ જ હેતુને પૂરો કરવા માટે અને ખેડૂતોને વધુ નફો મળે તે માટે આદમપુર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની બનાવવામાં આવી. 


મહારાષ્ટ્ર: સત્તા માટે PM મોદીએ શરદ પવારને કરી 'ઓફર'..એ સાચું કે પછી અફવા?


ખેડૂતો બોલ્યા, પ્રયત્ન સારો છે
આદમપુર વિસ્તારના કિશનગઢના ખેડૂત સતબીર સિંહે કહ્યું કે ફાયદો દરેક ખેડૂતને મળે, વચેટિયાઓના ચુંગલથી આઝાદીથી લઈને  ખેડૂતોને તેની મહેનતના સારા પરિણામ મળે અને બજારમાં ચાલી રહેલા નકલી ખાતર-બીજની દગાબાજીથી  ખેડૂતોને બચાવી શકાય. આ જ સૌથી મોટી સોચ છે. ખેડૂતો અહીં પહોંચે છે અને પોત  પોતાની રીતે જાણકારી મેળવે છે અને ઘણા ખુશ તથા ટેન્શન ફ્રી જોવા મળે છે. 


આ VIDEO પણ જુઓ...


VIDEO: પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં છીંડા, રોબર્ટ વાડ્રાએ તેને મહિલા સુરક્ષા સાથે જોડી દીધો


આગામી ટાર્ગેટ 1 કરોડ ટર્ન ઓવર
હાલ આદમપુર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લિમિટેડ સાથે લગભગ 300 ખેડૂતો જોડાયા છે. કંપનીના ડાઈરેક્ટર ઈન્દ્ર કુમારનું કહેવું છે કે આવનારા દિવસોમાં તેનું વાર્ષિક ટર્ન ઓવર એક કરોડનુ થાય તે માટે પ્રયત્નો કરી રહ્યાં છીએ. વધુમાં વધુ ખેડૂતોને અમારી સાથે જોડી રહ્યા છીએ. જેથી કરીને તેમને સીધો ફાયદો થાય. ટીમ બનાવવીને લાગ્યા છે અને ટાર્ગેટ છે કે બહુ જલદી એક હજાર ખેડૂતોને તેની સાથે જોડાવવામાં આવે. 


જેમ કે બધા જાણે છે કે રાજ્યસભા સાંસદ ડૉ. સુભાષ ચંદ્રા હંમેશા જ કઈંક અલગ કરવાની સોચ ધરાવે છે. આ સોચનું જ પરિણામ છે કે આદમપુર ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની, જેથી કરીને ખેડૂતોનો ઉદ્ધાર થાય અને તેમની આવક વધે. અત્રે જણાવવાનું કે ડૉ. સુભાષ ચંદ્રાએ સદલપુર, આદમપુર, ખારા બરવાલા, કિશનગઢ, અને મંડી આદમપુરને દત્તક લીધા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube