મહારાષ્ટ્ર: સત્તા માટે PM મોદીએ શરદ પવારને કરી 'ઓફર'..એ સાચું કે પછી અફવા?

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)એ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સામે સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. પરંતુ તેમણે ખુબ જ વિનમ્રતાથી તેમને ના પાડી દીધી હતી. પવારનું કહેવું છે કે તેમણે પીએમ મોદીને કહ્યું હતું કે તેમની સાથે કામ કરવું શક્ય બનશે નહીં. 

મહારાષ્ટ્ર: સત્તા માટે PM મોદીએ શરદ પવારને કરી 'ઓફર'..એ સાચું કે પછી અફવા?

નવી દિલ્હી: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)એ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ તેમની સામે સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. પરંતુ તેમણે ખુબ જ વિનમ્રતાથી તેમને ના પાડી દીધી હતી. પવારનું કહેવું છે કે તેમણે પીએમ મોદીને કહ્યું હતું કે તેમની સાથે કામ કરવું શક્ય બનશે નહીં. 

શરદ પવારે એક મરાઠી ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારો રાજકીય અનુભવ તેમના માટે સરકાર ચલાવવામાં મદદગાર સાબિત થશે. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીયતાના કેટલાક મુદ્દાઓ પર અમારી વિચારધારા એક જેવી છે. તેના માટે પણ તેમણે પ્રસ્તાવ રજુ કર્યો હતો. 

પવારે તો એવો પણ દાવો કર્યો છે કે પીએમ મોદીએ રજુઆત કરી હતી કે મહારાષ્ટ્ર (Maharashtra) માં ભાજપ સાથે સરકાર બનાવવાના  બદલામાં તેઓ પુત્રી સુપ્રિયા સુલેને કેબિનેટ મંત્રીનું પદ આપવા તૈયાર છે. પવારે એ પણ સ્પષ્ટતા કરી કે મીડિયામાં જે અહેવાલો ચાલી રહ્યા છે કે પીએમ મોદીએ તેમને રાષ્ટ્રપતિ પદની ઓફર કરી હતી તે પણ તદ્દન પાયાવિહોણા છે. 

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં જ્યારે રાજકીય અસ્થિરતા હતી ત્યારે એનસીપી પ્રમુખ શરદ પવારે ખેડૂતોના મુદ્દે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ મીડિયામાં અનેક પ્રકારના અહેવાલો ચાલી રહ્યાં હતાં. એનસીપી નેતા અને શરદ  પવારના ભત્રીજા અજિત પવારે (Ajit Pawar) બળવો કરીને ભાજપ સાથે સરકાર બનાવી હતી. પરંતુ આ સરકાર માત્ર ત્રણ દિવસ ચાલી હતી. આખરે ભાજપની સહયોગી રહી ચૂકેલી શિવસેનાએ ગઠબંધનથી અલગ જઈને એનસીપી તથા કોંગ્રેસના સમર્થનથી સરકાર  બનાવી છે. 

શરદ પવારના ખુલાસા પર કોંગ્રેસના નેતા પીએમ પુનિયાએ ZEE ન્યૂઝ સાથે વાતચીમાં કહ્યું કે ભાજપ સત્તા મેળવવા માટે કઈ હદ સુધી જઈ શકે છે તેનો ખુલાસો શરદ પવારે કર્યો છે. અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવીને ભાજપે જે ખેલ ખેલ્યો હતો અને અજિત પવારે  પોતે પણ એ વાતનો  સ્વીકાર કર્યો છે કે ભાજપ સાથે ગયા તે તેમની ભૂલ હતી. 

પુનિયાના આ નિવેદન પર ભાજપના સાંસદ રોડમલ નાગરે કહ્યું કે વડાપ્રધાન કોઈ વાત છૂપાવતા નથી. તેઓ ખુલ્લેઆમ કરે છે. જનતા સામે કરે છે. મને નથી લાગતુ કે આ પ્રકારની કોઈ વાત થઈ હશે. 

કોંગ્રેસના નેતા રાજ બબ્બરે કહ્યું કે દરેક વ્યક્તિની પોતાની રાજનીતિ હોય છે. આજે જે પ્રકારની સરકાર છે તેની લાલચમાં ન આવીને તેમણે બંધારણીય મૂલ્યોને જીવિત કર્યા છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને એનસીપી પ્રમુખ શરદ પવારના પરસ્પર સંબંધો ઘણા સારા હોવાનું મનાય છે. પીએમ મોદી સાર્વજનિક ભાષણોની સાથે સાથે સંસદ સુદ્ધામાં શરદ પવાર અને એનસીપીના વખાણ કરી ચૂક્યા છે. આ સમગ્ર પ્રકરણ પર શરદ પવારની પુત્રી અને એનસીપી સાંસદ સુપ્રિયા સૂલેનું કહેવું છે કે બે મોટા નેતાઓ વચ્ચે શું વાતચીતથઈ તેના પર તેઓ કશું કહેવા માંગતા નથી. જો કે તેમણે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રના નેતાઓ બીજા પક્ષોના રાજનેતાઓ સાથે પરસ્પર સંબંધો ક્યારેય ખરાબ કરતા નથી. તેમણે કહ્યું કે પીએમ મોદી તરફથી જે પણ પ્રસ્તાવ રજુ કરાયા હતાં તેમને શરદ પવારે ખુબ જ વિનમ્રતાથી ના પાડી હતી. કારણ કે ભાજપ સાથે મળીને કામ કરવું સરળ નહતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news