farmers

ખેડૂતો માટે સારા સમાચાર: આ વર્ષે સારા વરસાદનો વર્તારો, ગત વર્ષે સૌરાષ્ટ્રમાં નોંધાયો હતો દેશમાં સૌથી વધુ વરસાદ

કોરોના કાળની હાલાકી વચ્ચે જગતના તાત માટે એક સારા સમાચાર આવ્યાં છે. આ વર્ષે ચોમાસુ એકંદરે સારું રહેશે. હોળીની ઝાળ અને અખાત્રિજના પવનની દિશાથી પણ સારા વરસાદનો વર્તારો મળ્યો છે. હવામાન વિભાગે પણ ચોમાસુ વહેલાં આવી જશે એવી આગાહી કરી દીધી છે.

May 15, 2021, 02:06 PM IST

PM Kisan: ખેડૂતો માટે આવતી કાલનો દિવસ ખુબ મહત્વનો, ખાતામાં આવશે આટલા રૂપિયા

આ દરમિયાન પીએમ મોદી દેશભરના ખેડૂતો સાથે સવારે 11 વાગે સંવાદ પણ કરશે. 

May 13, 2021, 03:22 PM IST

GUJARAT: ખેડૂતો માટે કોરોના બાદ હવે કમોસમી વરસાદનાં માઠા સમાચાર, જાણો ક્યાં આવશે?

રાજ્યનાં તાપમાનમાં હાલ સામાન્ય ઉછાળો જોવા મળી રહ્યો છે. મે મહિનાની કાળઝાળ ગરમી અને ઉપરથી કોરોના લોકો શેકાઇ રહ્યા છે. જો કે ચાલુ વર્ષે ઉનાળામાં વારંવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં એપ્રિલ મહિનાના અંતથી જ પ્રિ મોનસુન એક્ટિવીટી શરૂ થઇ જતી હોય છે. વારંવાર થન્ડરસ્ટોર્મના કારણે ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે. હજી પણ 13 મેના થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક ફેરફાર આવશે. જેના કારણે ઉનાળામાં બેવડી ઋતુ અને કમોસમી વરસાદનો સામનો કરવો પડી શકે છે. તેવામાં કોરોના કાળમાં આ બેવડી ઋતુ નાગરિકોની તકલીફમાં વધારો કરી શકે છે. 

May 11, 2021, 06:50 PM IST

PICS: મોંઘીદાટ દવાઓના બદલે ખેતીમાં છાશનો આ રીતે કરો ઉપયોગ, અઢળક ફાયદા જાણીને દંગ રહી જશો

આમ તો મોટા ભાગના લોકો છાશનો ઉપયોગ ભોજન સાથે કે ગરમીથી રાહત મેળવવા વધુ કરતા હોય છે.પરંતુ છાશ ખેતી માટે પણ ઉપયોગી હોય છે.જંતુનાશના દવાના બદલે છાશના ઉપયોગથી થાય છે અઢળક ફાયદા.

May 8, 2021, 01:18 PM IST

રાજ્યના ખેડૂતો માટે CM રૂપાણીની મોટી જાહેરાત, કોરોના કાળમાં કિસાન હિતકારી નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના કપરા કાળમાં રાજ્યના ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપતો કિસાન હિતકારી નિર્ણય લીધો છે. ખેડૂતો માટે પાક ધિરાણ ભરપાઈ કરવાની મુદત 30 જૂન સુધી લંબાવવામાં આવી છે

May 2, 2021, 07:07 PM IST

વેપારીઓ કોરોનાને નામે લૂંટ કરી રહ્યા છે, ત્યારે ખેડૂતો લીંબુનુ આખુ ખેતર જ ખુલ્લુ મુકી દીધું

શહેરમાં કોરોનાની મહામારીમાં લોકો એક બાજીની સેવા કરી એક બીજાની મદદ કરી રહ્યા છે. જેમાં પોતાની યથાશક્તિ મુજબ લોકો દાન અને સેવા કરી રહ્યા છે. આ અંતર્ગત મોરબીનાં ટંકારા તાલુકાનાં હડમતીયા ગામનાં ખેડૂતે પોતાની રીતે કોરોનાગ્રસ્ત દર્દીઓની અનોખી સેવા કરી રહ્યા છે. હડમતીયા ખેડૂત વિજયભાઇ સીતાપરા દ્વારા લીંબુના 40 છોડ વાવવામાં આવ્યા છે. રોજનાં 8થી 10 કિલો લંબી ઉતરે છે જે તમામ તે કોરોનાગ્રસ્ત દર્દીઓને મફતમાં વહેંચી દે છે.

Apr 30, 2021, 10:18 PM IST

BHAVNAGAR: ખેડૂતોની જણસ કરતા પાણી બોટલની કિંમત વધારે, રાતે પાણીએ રોવાનો વારો આવ્યો

* મીની વેકેશન બાદ યાર્ડ ફરી જણસી થી ઉભરાયા
* સરકાર ટેકાના ભાવે વિવિધ જણસ ની ખરીદી કરે તેવી માંગ
* નીપજના અપૂરતા ભાવોથી ખેડૂતો (farmer) માં ભારે નારાજગી-ખેતી બંધ કરીશું
* વેપારીઓ દ્વારા પુરતો ભાવ યાર્ડમાં ના આપવામાં આવતો હોવાથી ખેડૂતો (farmer)  નારાજ

Apr 2, 2021, 06:37 PM IST

વાડીએ આવેલા 4 શખ્સોને ચા-પાણી કરાવવું અમરેલીના ખેડૂતને ભારે પડ્યું

  • . આજના ડિજીટલ અને જાગૃત સમયમાં પણ આવા ઢોંગી તાંત્રિકો પોતાની વાંકછટાથી અને ભોળા લોકોને ફસાવી રહ્યા છે ત્યારે લોકોએ આવી ઘટનાથી હવે ચેતી જવાની જરૂર છે

Mar 28, 2021, 12:48 PM IST

Bharat Bandh: ખેડૂતોનું ભારત બંધનું આહ્વાન, જાણો શું છે ખુલ્લું અને શું છે બંધ, કેવી છે બંધની અસર

નવા કૃષિ કાયદા (Farm Laws)  વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન (Farmers Protest) ને ચાર મહિના પૂરા થઈ રહ્યા છે જેના પર સંયુક્ત કિસાન મોરચાએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે.

Mar 26, 2021, 09:21 AM IST

ડાંગ જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતોની વિકટ સ્થિતી, ખેડૂતો માટે મુશ્કેલ પરિસ્થિતી

જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના પગલે જિલ્લાનાં અનેક તાલુકાઓમાં વરસાદની શક્યતાઓ જોવાઇ રહી છે. આહવા તાલુકાના પૂર્વ પટ્ટાના ચિંચલી અને ડોન હીલ વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું. આ ઉપરાંત સાપુતારાને અડીને આવેલા મહારાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે. જેના કારણે શિયાળું પાને ભારે નુકસાન પહોંચ્યું છે. 

Mar 22, 2021, 10:40 PM IST

Tamilnadu assembly election 2021: આ એક બેઠક ખુબ ચર્ચામાં, 1000 ખેડૂતો નોંધાવશે ઉમેદવારી

દિલ્હી સહિત સમગ્ર દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) ની ધીમી પડતી રફતાર વચ્ચે ચૂંટણી રાજ્ય તામિલનાડુથી એક સમાચાર આવ્યા છે. તામિલનાડુ (Tamilnadu) ની કંગાયમ વિધાનસભા બેઠક પર નેતાઓથી નારાજ એક હજાર ખેડૂતો ચૂંટણીના મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે. આ એક બેઠકથી એક હજાર ખેડૂતોએ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય લીધો છે. કંગાયમ સીટ રાજ્યના તિરુપુર જિલ્લામાં આવે છે. 

Mar 18, 2021, 09:41 AM IST

Patan: ચણામાં ટેકાના ભાવે ખરીદીનાં નામે ખેડૂતો સાથે મજાક, દરિયામાંથી ટીપું ખરીદી સરકાર વાહવાહી લૂંટે છે

જિલ્લાના હારીજ, સમી, શંખેશ્વર તાલુકામાં ચણા (Chickpeas)નું વાવેતર ખેડૂતો મોટા પ્રમાણમાં કરે ત્યારે હવે માલ તૈયાર થયા બાદ માર્કેટ યાર્ડ (Market Yard) માં વેચાણ અર્થે લઈ જતા સરકાર (Government)  દ્વારા ટેકા ભાવ જાહેર કર્યા છે. એક ખેડૂતના 50 મણ ખરીદી કરવાની જાહેરાત કરતા જેની સામે ખેડૂતો રોષ ઠાલવી રહ્યા છે. મોટું ઉત્પાદન થયું હોવા છતાં સરકાર (Government)  માત્ર 50 મણ ખરીદી કરે તો બાકીનો માલ જાહેર હરાજીમાં નીચા ભાવે વેચાણ કરવો પડી રહ્યો છે. તો સરકાર (Government)  ટેકાના ભાવે વધુ ચણા (Chickpeas) ખરીદી કરે તેવી માંગ કરી રહ્યા છે.

Mar 13, 2021, 05:55 PM IST
Patan: Farmers cried over low price of castor PT1M41S

Patan : એરંડાના ઓછા ભાવે ખેડૂતોને રડાવ્યા

Patan: Farmers cried over low price of castor

Mar 13, 2021, 10:25 AM IST

Patan: રાયડાના પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતો નિરાશ, કહ્યું- મહેનત માથે પડી

પાટણ જિલ્લાના માર્કેટ યાર્ડમાં રાયડાની આવક શરૂ થઈ જવા પામી છે પરંતુ ખેડૂતોને   પોષણ ક્ષમ ભાવો ન મળતા કફોડી હાલત બનવા પામી છે. 

Mar 11, 2021, 06:27 PM IST

Banaskantha: બટાકાનું વાવેતર કરી ખેડૂતો પછતાઇ રહ્યા છે, ચપાણીયું પણ નથી મળી રહ્યું

આ વર્ષે સારા ભાવ મળવાની આશાએ પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોએ બટાટાનું વાવેતર કર્યું હતું. જો કે આ વર્ષે બટાકાનું ઉત્પાદન તો સારૂ થયું છે. ખેડૂતો પોતાના ખેતરોમાંથી નવા બટાકા નીકાળી રહ્યા છે, પરંતુ બટાટાના ભાવ તળિયે બેસી જતાં બટાકા પકવતા ખેડૂતો પરેશાન છે. મોટા પ્રમાણમાં બટાટા કોલ્ડસ્ટોરેજમાં રાખી રહ્યા છે. ખેડૂતો એક જ આશા રાખી રહ્યા છે કે, બટાકાના સારા ભાવ મળે અથવા તો તેમને સરકાર કોઈ મદદ કરે.

Mar 6, 2021, 11:13 PM IST

સરકારનો મહત્વનો નિર્ણય, નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ઉનાળુ પાક માટે 5 માર્ચથી મળશે પાણી

આગામી ઉનાળાની સીઝનમાં પણ ખેડૂતોને પાક વાવેતર માટે પાણી તા. ૫ મી માર્ચના રોજથી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પરિણામે ઉનાળું વાવેતર કરતાં નર્મદા કમાન્ડ વિસ્તારના અંદાજે ૪ લાખ હેક્ટર કરતાં વધુ વિસ્તારના ખેડૂતોને આ પાણીનો લાભ મળશે અને તેમની ઉત્પાદકતામાં તથા વાવેતરની ક્ષમતામાં પણ વધારો થશે.

Mar 4, 2021, 07:21 PM IST

સરકારનો ખુલાસો: ગુજરાતમાં નથી વધ્યા ખાતરના ભાવ, ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા

કૃષિમંત્રી આર સી ફળદુએ (Agriculture Minister RC Faldu) જણાવ્યુ છે કે, રાજ્યમાં વેચાણ કરતી ખાતર (Compost) કંપનીઓ દ્વાર ડીએપી તથા એનપીકે ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી

Feb 27, 2021, 03:05 PM IST

Aravalli: ઉત્પાદન સમયે બટાકાના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં

અરવલ્લી જિલ્લામાં રવિ સીજનમાં ખેડૂતોએ સુધી વધુ ઘઉં અને ત્યાર બાદ બીજા ક્રમે 27 હજાર હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કર્યું હતું. ખેડૂતોએ બટાકામાં પોખરાજ અને એલઆર એમ બે જાતના બટાકાનું વાવેતર કર્યું છે.
 

Feb 24, 2021, 06:10 PM IST

PM Kisan સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના કૃષિ-ખેડૂત કલ્યાણ વિભાગને બે એવોર્ડ એનાયત

Gujarat Wins Two awards:  રાજ્યના કૃષિ સચિવ મનિષ ભારદ્વાજે આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં પાકના વાવણી વિસ્તાર અને નુકશાનની ગણતરી-ક્રોપ એરિયા એસ્ટિમેશન એન્ડ લોસ એસસમેન્ટ માટે જિઓ સ્પાટીઅલ ટેકનોલોજીના ઉપયોગ માટે પણ ગુજરાત રાજ્યને જિઓ-સ્પાટીઅલ ટેકનોલોજી ઇનોવેશન એવોર્ડ FICCI દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. 

Feb 22, 2021, 08:16 PM IST

Farmer's Protest: આંદોલન માટે ખેડૂતોનું સમર્થન મેળવવા રાકેશ ટિકૈત આવશે ગુજરાત 

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) પોતાની મુહિમ અંગે મોટી જાહેરાત કરી છે. ટિકૈતે રવિવારે કહ્યું કે તેઓ કેન્દ્રના વિવાદિત કાયદા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન માટે સમર્થન મેળવવા જલદી ગુજરાત (Gujarat) નો પ્રવાસ કરશે.

Feb 22, 2021, 08:02 AM IST