subhash chandra

જાપાની ટેક્નોલોજીનો દત્તક લીધેલા ગામમાં અમલ કરી ખેડૂતોની આવક વધારવાનો પ્રયાસઃ ડો. સુભાષ ચંદ્રા

સાંસદ સુભાષ ચંદ્રાએ જણાવ્યું કે, થોડા દિવસો અગાઉ જાપાનથી કેટલાક લોકો અહીં આવ્યા હતા અને 3 દિવસ સુધી તેમણે આ વિસ્તારમાં વિકાસ અંગે ચર્ચા કરી હતી. જાપાની ટેક્નોલોજીનો ઉલ્લેખ કરતા ડો. ચંદ્રાએ જણાવ્યું કે, 3 મહિનામાં એક જ પાક લઈ શકાય છે, પરંતુ એલઈડી બલ્બ વગેરે લગાવીને તેઓ પોતાની ટેક્નોલોજીથી પાક ઉગાડવાનો સમય અડધો કરી નાખે છે. અમારી ઈચ્છા છે કે આ ટેક્નોલોજીને આ વિસ્તારમાં લાવવામાં આવે, જેથી ખેડૂતોને ફાયદો પહોંચે. 

Oct 26, 2019, 05:06 PM IST

મુંબઈઃ રાજ્યસભા MP સુભાષ ચંદ્રાએ આપ્યો વોટ, મોટી સંખ્યામાં મતદાનની કરી અપીલ

સોમવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લોકોએ મોટી સંખ્યામાં વોટ નાખવાની અપીલ કરી હતી. વડાપ્રધાને ટ્વીટ કરી કે, "હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. દેશના વિવિધ ભાગમાં પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. આ રાજ્યોમાં મતદારોને પણ અપીલ કરું છું કે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકશાહીના ઉત્સવને સમૃદ્ધ બનાવે. મને આશા છે કે, યુવાનો પણ મોટી સંખ્યામાં મતદાન કરે."

Oct 21, 2019, 04:43 PM IST
Essel Group Chaiman Subhash Chandra Cast His Vote PT4M31S

એસ્સેલ ગ્રૂપના ચેરમેન સુભાષ ચંદ્રાએ મતદાન કર્યું, અપીલ કરી વોટિંગ કરવાની

એસ્સેલ ગ્રૂપના ચેરમેન સુભાષ ચંદ્રાએ તેમના પત્ની સાથે મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું કર્યું હતું. આ મતદાન પછી તેમણે લોકોને વોટિંગ કરવાની અપીલ કરી હતી.

Oct 21, 2019, 03:40 PM IST

અરુણ જેટલીના ખબર પુછવા રાજ્યસભાના સાંસદ સુભાષ ચંદ્રા સહિત અનેક નેતા પહોંચ્યા AIIMS

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા જણાવ્યું કે, 'અરૂણ જેટલીજીને જોવા ગયો હતો. ભગવાનને પ્રાર્થના છે કે તેઓ ઝડપતી સાજા થઈ જાય અને સ્વસ્થ રહે'
 

Aug 18, 2019, 05:39 PM IST

આર્ટિકલ 370 અને 35A અંગે સરકારનાં નિર્ણયનું સ્વાગત સહ શુભકામના: ડૉ. સુભાષ ચંદ્રા

જમ્મુ કાશ્મીરનાં મુદ્દે મોદી સરકારે આઝાદ ભારતનો સૌથી મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં આર્ટિકલ 370 હટાવવા અંગેનો સંકલ્પ રજુ કર્યો છે. આ સાથે જ રાષ્ટ્રપતિની મંજુરી સાથે આર્ટિકલ 35 A હટાવી દીધું છે. સરકારે આ મહત્વનાં નિર્ણયને રાજ્યસભા સાંસદ ડૉ. સુભાષ ચંદ્રાએ સદનમાં સમર્થન કર્યું છે. તેમણે સરકારને શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, તેઓ સરકારનાં પ્રસ્તાવનું સમર્થન કરે છે. 

Aug 5, 2019, 04:04 PM IST

ZEE Hindustan આજથી નવા રૂપમાં, હવે એન્કર નહીં સમાચાર બોલશે

 ZEE MEDIA ગ્રુપ દ્વારા પોતાની ચેનલ ZEE HINDUSTAN ચેનલને રીલોન્ચ કરવામાં આવી છે. જો કે આ ચેનલ હાલનાં મીડિયા કરતા અનોખી અને હટકે હશે. ઝી હિન્દુસ્તાન ચેનલમાં કોઇ જ એન્કર નહી હોય. દેશની પ્રથમ એન્કરલેસ ચેનલ હશે. જેમાં કોઇ વ્યક્તિ કે કોઇ એન્કર પોતાનાં વ્યુઝ અને મંતવ્યો સમાચારમાં એડ કરીને મસાલા ખબર બનાવવાનો પ્રયાસ નહી કરે. આ પ્રયાસમાં સમાચાર જેવા હશે તેવા જ સ્વરૂપે દર્શકને દેખાડવામાં આવશે. જેથી દર્શક પોતે જ નક્કી કરી શકે કે આ સમાચારનું એંગલ શું હતો

Dec 13, 2018, 12:55 PM IST

શનિવારે PM મોદી ચાલુ કરશે સ્વચ્છતા જ સેવા અભિયાન, દેશની અનેક હસ્તીઓ લેશે ભાગ

PM મોદીએ દેશવાસીઓને અભિયાનમાં ભાગ લેવા માટેની અપીલ કરી છે જેથી દેશને સ્વચ્છ બનાવી શકાય

Sep 14, 2018, 09:28 PM IST

એસ્સેલ ગ્રુપ ક્રુઝ લાઇન બિઝનેસમાં ઝંપલાવશે, ક્રૂઝ કોન્ક્લેવમાં કરાઈ જાહેરાત

એસ્સેલ ગ્રુપ જલેશ ક્રુઝ પ્રાઇવેટ લિમિટેડનાં નામથી ક્રુઝ લાઇન બિઝનેસથી શરૂઆત કરી રહ્યું છે

Aug 31, 2018, 08:38 PM IST

યોગ દિવસ પ્રસંગે અમેરિકાને Yo1ની ગિફ્ટ, PM મોદીએ કર્યું ઉદ્ધાટન

વિશ્વ યોગ દિવસ પ્રસંગે એસ્સેલ ગ્રુપે અમેરિકાને યોગ અને પ્રાણાયામની સુવિધાથી લેસ  સૌથી મોટા નચરલ ક્યોર સેન્ટરની ભેટ આપી. ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યો-વન નેચર ક્યોર સેન્ટરનાં ઉદ્ધાટન પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું કે, યોગ માત્ર આસન નહી પરંતુ દર્શન પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સેન્ટરની સ્થાપના એસ્લેલ ગ્રુપનાં ચેરમેન  સુભાષ ચંદ્રાએ અમેરિકાનાં ન્યૂયોર્કમાં કરી છે. 

Jun 21, 2018, 09:25 PM IST