મુંબઈ/બારામતી: મહારાષ્ટ્ર(Maharashtra) માં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસે મળીને મહા વિકાસ આઘાડી ગઠબંધન બનાવ્યું છે. આ ગઠબંધને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(uddhav thackeray)ને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે સાંજે મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. જો કે ઉદ્ધવ ઠાકરે શપથ લે તે પહેલા જ મહારાષ્ટ્રમાં કેટલાક પોસ્ટરો લાગ્યા છે જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યાં છે. આ પોસ્ટરોમાં એનસીપી નેતા અજિત પવાર(Ajit Pawar)ને ભાવિ મુખ્યમંત્રી બતાવવામાં આવ્યાં છે. આ પોસ્ટરો અજિત પવારના વિધાનસભા ક્ષેત્ર બારામતીમાં લાગ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Big News: મહારાષ્ટ્રમાં BJPનો ખેલ બગાડનારા શરદ પવાર હવે બની શકે છે 'સુપર બોસ'


પોસ્ટરોમાં એનસીપી પ્રમુખ શરદ પવાર(Sharad Pawar) ની પણ તસવીર છે. અત્યારની આ સ્થિતિમાં આવા પોસ્ટરોના અનેક અર્થો નીકળે છે. હકીકતમાં 22 નવેમ્બરના રોજ મોડી સાંજ સુધી અજિત પવારના નેતૃત્વમાં શિવસેના, એનસીપી (NCP)અને કોંગ્રેસની સરકાર બનાવવાની તૈયારીઓ થઈ રહી હતી. અચાનક શનિવારે વહેલી સવારે ટીવી સ્ક્રિન પર ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી અને અજિત પવાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેતા જોવા મળ્યાં. જાણવા મળ્યું કે અજિત પવારે પાર્ટી સાથે બળવો પોકારીને ભાજપ સાથે હાથ મિલાવ્યાં છે. 


શપથ ગ્રહણ થઈ ગયા બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે પત્રકારોને જણાવ્યું કે અજિત પવારે પાર્ટીમાં બળવો કર્યો છે. શનિવારે મોડી સાંજ સુધી અજિત પવારને છોડીને એનસીપીના તમામ ધારાસભ્યો શરદ પવાર પાસે પાછા આવ્યાં. જો કે રવિવારે એનસીપી તરફથી  તેમને સતત પાર્ટીમાં પાછા આવવા માટે મનામણા થઈ રહ્યાં હતાં. સોમવારે સુપ્રીમ કોર્ટ તરફથી કહેવાયું કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની સરકાર બુધવાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરે. 


Maharashtra: અમિત શાહે તોડ્યું મૌન, કહ્યું- 'સોનિયા અને શરદ પવારે સત્તા માટે કરી સોદાબાજી'


ત્યારબાદ અજિત પવાર રાજીનામું આપીને ફરીથી તેમના કાકા શરદ પવાર પાસે  પાછા આવી ગયાં. મંગળવારે સાંજે શિવસેના, એનસીપી અને કોંગ્રેસે હાથ મિલાવીને મહા વિકાસ આઘાડી ગઠબંધનની જાહેરાત કરી અને ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો. આ બેઠકની થોડીવાર બાદ અજિત પવાર અને શરદ પવારની મીટિંગ થઈ. બુધવારે એનસીપીની બેઠકમાં અજિત પવાર પાર્ટીના મુખ્ય નેતાઓ સાથે મંચ પર બેઠેલા જોવા મળ્યાં. 


રાજનીતિના જાણકારો માને છે કે શરદ પવારે પોતાના ભત્રીજા અજિત પવારને માફ કરી દીધો છે. તેમને ફરીથી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં બનનારી સરકારમાં મોટો હોદ્દો મળી શકે છે. કેટલાક લોકો એમ પણ માને છે કે અજિ પવારનું દેવેન્દ્ર ફડણવીસની સરકારને સમર્થન આપવું એ રણનીતિનો એક ભાગ હતો. કારણ કે ભાજપ અજિત પવાર વિરુદ્ધ દાખલ કૌભાંડોના આરોપોને ચૂંટણીમાં મુદ્દો બનાવતો રહ્યો છે. હવે ભાજપ અજિત પવાર પર કૌભાંડોના આરોપના મુદ્દા ઉઠાવી શકશે નહીં. 


આ VIDEO પણ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube