રામ મંદિર માટે રાષ્ટ્રપતિએ આપ્યું 5 લાખનું દાન, `નિધિ સમર્પણ કાર્યક્રમ`ની થઈ શરૂઆત
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)એ પણ વિશ્વ હિંદુ પરિષદ (VHP)ને રામ મંદિર નિર્માણ માટે 1 લાખ રૂપિયાની રાશિ દાનમાં આપી છે. મુખ્યમંત્રી ચૌહાણે કહ્યુ, `ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણમાં એક ઈંટ અમારા પરિવારની લાગશે.
નવી દિલ્હીઃ રામ મંદિર નિધિ સમર્પણ અભિયાનના પ્રથમ દિવસે શુક્રવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિજી મહારાજ (Govind Dev Giri Ji Maharaj)ને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind)એ શુભકામનાઓની સાથે 5 લાખ રૂપિયાની ધનરાશિ દાનમાં આપી છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chouhan)એ પણ વિશ્વ હિંદુ પરિષદ (VHP)ને રામ મંદિર નિર્માણ માટે 1 લાખ રૂપિયાની રાશિ દાનમાં આપી છે. મુખ્યમંત્રી ચૌહાણે કહ્યુ, 'ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણમાં એક ઈંટ અમારા પરિવારની લાગશે. આ રામ મંદિર નહીં રાષ્ટ્ર મંદિર છે. શ્રી રામજી ભારતની ઓળખ છે. આ સૌભાગ્ય છે કે મંદિરનું નિર્માણ જનસહયોગથી પ્રારંભ થઈ રહ્યું છે અને તેમાં અમને યોગદાન આપવાનું સૌભાગ્ય મળ્યું છે.'
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube