નવી દિલ્હીઃ પ્રધાનંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કોરોના ટેસ્ટ અને સીરો સર્વેને વધુ આગળ વધારવાનું આહ્વાન કર્યુ છે. તેમણે કહ્યું કે, બધા માટે ઓછી કિંમતમાં નિયમિત રીતે અને ઝડપથી તપાસની સુવિધા જલદી ઉપલબ્ધ થવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રીએ તેના પર ભાર આપ્યો કે, દેશ બધા માટે સરળતાથી અને ઓછા ખર્ચે કોરોનાની તપાસ, વેક્સિન અને સારવાર ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ જંગમાં સતત નજર રાખવા અને ઉચ્ચ સ્તર પર તૈયારી રાખવાનું આહ્વાન કરતા પીએમે હેલ્થ ઓથોરિટીને નિર્દેશ આપ્યો કે તે કોરોના ટેસ્ટ અને સીરો સર્વેને વધારે. 


કોરોનાને લઈને રિસર્ચ અને વેક્સિન નિર્માણની પ્રગતિની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા પીએમે સતત અને વૈજ્ઞાનિક તપાસની સાથે-સાથે પરંપરાગત સારવાર પદ્ધતિઓના મહત્વ પર પણ ભાર આપ્યો હતો. 


પીએમ મોદીએ આ મુશ્કેલ સમયમાં આયુષ મંત્રાલયની પ્રશંસા કરી
પૂરાવા આધારિત રિસર્ચ અને વિશ્વસનીય સમાધાન ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, નીતિ આયોજના સભ્ય (હેલ્થ), પ્રિન્સિપલ વૈજ્ઞાનિક સલાહકાર, ઘણા વરિષ્ઠ વૈજ્ઞાનિક અને બીજા અધિકારી સામેલ થયા હતા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube