નવી દિલ્હી: પીએમ મોદી જાપાનના ઓસાકા શહેરમાં જી-20માં શિખર સમિટમાં ભાગ લેશે. બુધવારના જાપાન જતા પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે, જી-20માં શિખર સમિટમાં બહુપક્ષવાદમાં સુધારા માટે ભારતના મજબુત સમર્થન પર ભાર આપીશું. જે નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- પાક. આતંકવાદને ઉદ્યોગની જેમ અપાતુ ઉત્તેજન, ભારતને સારુ પાડોશી બનતા અટકાવે છે


પીએમ મોદીએ જાપાન જતા પહેલા તેમના નિવેદનમાં કહ્યું હતું કે, મહિલા સશક્તીકરણ, કૃત્રિમ બુદ્ધિમત્તા અને આતંકવાદ જેવા પડકારના સમાધાન માટે સમાન્ય પ્રયાસ જેવા મુદ્દા તેમના એજન્ડામાં મુખ્ય હશે.


પીએ મોદીએ કહ્યું, શિખર સમિટ બહુપક્ષવાદમાં સુધારા માટે અમારા મજબૂત ટેકો પુનરાવર્તન કરવા અને મજબૂત કરવાની એક મહત્વપૂર્ણ તક પ્રદાન કરશે. જે આજે ઝડપથી બદલાતી દુનિયામાં નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને જાળવી રાખવા માટે મહત્વ પૂર્ણ છે.


વધુમાં વાંચો:- PM મોદી અને ટ્રમ્પ જ વિશ્વનાં એવા નેતા જે જરૂર પડ્યે જોખમ ખેડી શકે: અમેરિકા


સમિટ ભારતના વિકાસના અનુભવને શેર કરવા માટે એક મંચ
તેમણે કહ્યું કે, સમિટ ગત પાંચ વર્ષોમાંના વિકાસના અનુભવને શેર કરવા માટે એક મંચ હશે, જેણે ભારતના લોકોની પ્રગતિ અને સ્થિરતાના માર્ગને ચાલુ રાખવા માટે જબરદસ્ત આદેશ માટેનો આધાર પૂરો પાડ્યો.


વધુમાં વાંચો:- PM મોદીની અપીલ, એક દેશ એક ચૂંટણીના વિચારને ચર્ચા વગર ન ફગાવે વિપક્ષ


તેમણે કહ્યું કે બે દિવસીય ઓસાકા શિખર સંમેલન 2022માં જી-20 સમિટ ભારતનું આયોજન કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું હશે, જ્યારે આપણે આઝાદીના 75મી વર્ષગાઠમાં એક નવા ભારતની શરૂઆત કરીશું.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...