PM મોદીની અપીલ, એક દેશ એક ચૂંટણીના વિચારને ચર્ચા વગર ન ફગાવે વિપક્ષ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચૂંટણી સુધારણાનું કામ 1952થી ચાલી રહ્યું છે અને તે સતત ચાલતુ પણ રહેવું જોઇએ
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ લોકસભા અને તમામ રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવાનાં વિચારને ચૂંટણી સુધાર પ્રક્રિયાનો હિસ્સો ગાણવતા બુધવારે વિપક્ષી દળોની ઝાટકણી કાઢી. વડાપ્રધાને ક્હયું કે, એક દેશ એક ચૂંટણીના વિચાર પર ચર્ચા કરવી જોઇએ. કોઇ પણ વિચાર સાંભળ્યા વગર સીધો જ તેનો વિરોધ કરવા લાગવો તે કેટલી હદે યોગ્ય છે ?
S-400 મામલે અમેરિકાને જયશંકરે રોકડુ પરખાવ્યું, અમે તે જ કરીશું જે અમારા રાષ્ટ્રીય હિતમાં હશે...
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ અંગે ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, ચૂંટણી સુધારનું કામ 1952થી ચાલી રહ્યું છે, અને થવું પણ જોઇએ. હું માનુ છુ કે તેની ચર્ચા સતત મુક્ત મનથી થતી રહેવી જોઇએ, પરંતુ સ્પષ્ટ રીતેતેમ કહેવું પણ યોગ્ય નથી કે એક દેશ એક ચૂંટણીના પક્ષમાં અમે નથી. વિપક્ષ તરીકે દરેક વસ્તુનો વિરોધ કરવો તે તમારો ધર્મ નથી. દેશમાં થઇ રહેલા સકારાત્મક પરિવર્તનોને સમર્થન આપવું તે પણ એક સારા વિપક્ષ અને સારી લોકશાહીની નિશાની છે.
PM ના વખાણ કરનારા પૂર્વ કોંગ્રેસ નેતા અબ્દુલ્લાકુટ્ટી ભાજપમાં જોડાયા
વડાપ્રધાને કહ્યું કે, ચર્ચા કર્યા વગર જ તેના પર વિચારને ફગાવી દેવો યોગ્ય નથી. મોદીએ કહ્યું કે, એક દેશ એક ચૂંટણીનાં વિચારને ફગાવી દેનારા તમામ નેતાઓ વ્યક્તિગત્ત ચર્ચાઓમાં કહે છે કે આ સમસ્યામાંથી મુક્તિ મળવી જોઇએ.
S-400 મામલે અમેરિકાને જયશંકરે રોકડુ પરખાવ્યું, અમે તે જ કરીશું જે અમારા રાષ્ટ્રીય હિતમાં હશે...
પાંચ વર્ષમાં એકવાર યોજાય ચૂંટણી રૂપી ઉત્સવ
વડાપ્રધાને કહ્યું કે, તમામ દળોનાં નેતાઓની દલીલ રહી છે કે પાંચ વર્ષમાં એકવાર ચૂંટણીનો ઉત્સવ છે અને બાકીનો સમય દેશનું કામ હોય પરંતુ જાહેર રીતે એકવાર ચૂંટણી ઉત્સવ થાય અને બાકીના સમયમાં દેશનાં કામ થાય, જો કે જાહેર રીતે તેનો સ્વિકાર કરવામાં સમસ્યા થાય છે. તેમણે કહ્યું કે, શું આ સમયની માંગ નથી કે ઓછામાં ઓછું મતદાતાઓની સમગ્ર દેશમાં એક જ યાદી હોય. જેના કારણે ન માત્ર સમય પણ જનતાનાં પૈસાનો વ્યય પણ અટકાવી શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે