નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે એક આંતરરાષ્ટ્રીય મંચને સંબોધન કરવાના છે. ભારતીય સમય મુજબ આજે રાતે 8.30 વાગે પીએમ મોદી ઈન્ડિયા આઈડિયાઝ સમિટ (India Ideas Summit)ને સંબોધન કરશે. આ શિખર સંમેલન પર દુનિયાભરની નજર રહેશે. અમેરિકા-ભારત વેપાર પરિષદ (USIBC)એ આ સંમેલનનું આયોજન કર્યું છે. સંમેલનની થીમ સારા ભવિષ્યનું નિર્માણ છે. સંમેલનમાં બંને દેશો વચ્ચે વેપાર અને સહયોગ પર ચર્ચા થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોવિડ-19 (Covid-19) બાદની દુનિયામાં પ્રમુખ ભાગીદાર તરીકે અમેરિકા અને ભારતને લઈને દુનિયાભરના પ્રતિનિધિઓને સંબોધન કરશે. તેમનું સંબોધન આજે સ્થાનિક સમય મુજબ રાતે સાડા આઠ વાગે થશે. અત્રે જણાવવાનું કે અમેરિકા અને ભારતની મુખ્ય ભાગીદારીવાળું આ બે દિવસનું શિખર સંમેલન છે, જેને ડિજિટલ માધ્યમથી આયોજિત કરાયું છે. યુએસઆઈબીસીએ જણાવ્યું કે 'આ શિખર સંમેલનમાં ભારત સરકાર અને અમેરિકાની સરકારના ટોચના અધિકારીઓ એક સાથે આવશે જે મહામારી બાદ બહાર આવવાની રૂપરેખા પર કામ કરી રહ્યાં છે.' 


59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ બાદ સરકારે ચીની કંપનીઓને આપી આ કડક ચેતવણી 


શિખર સંમેલનમાં ટોચના અમેરિકી અને ભારતીય કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થશે. આ કાર્યકારીઓમાં યુએસઆઈબીસીના 2020 ગ્લોબલ લીડરશીપ એવોર્ડ પ્રાપ્તકર્તા લોકહીડ માર્ટિન કોર્પોરેશનના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જીમ ટેસલેટ અને ટાટા સન્સ(Tata Sons)  ચેરમેન એન ચંદ્રશેખર સામેલ છે. 


આ વર્ષના શિખર સંમેલનને સંબોધન કરનારાઓમાં અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ, ભારતના વિદેશમંત્રી એસ જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ, અમેરિકાના સ્વાસ્થ્ય અને માનવ સેવા વિભાગના નાયબમંત્રી એરિક હેગન, વર્જિનિયાના સેનેટર માર્ક વોર્નર, કેલિફોર્નિયાના અમેરિકી પ્રતિનિધ એમી બોરા, રાજદૂત કેનેથ જસ્ટર, અને અન્ય અનેક હસ્તીઓ સામેલ છે. યુએસઆઈબીસીએ જણાવ્યું કે યુએસઆઈબીસી અમેરિકા-ભારત ભાગીદારી વધારવા માટે 45 વર્ષથી થતા આવતા કામનો જશ્ન મનાવી રહ્યું છે. 


2 ચીની નાગરિક પર કોરોનાની રસીના રિસર્ચની ચોરીનો ગંભીર આરોપ, અમેરિકાએ કરી કાર્યવાહી 


યુએસઆઈબીસી ગ્લોબલ બોર્ડના અધ્યક્ષ તથા નુવીનના કાર્યકારી ચેરમેન વિજય અડવાણીએ કહ્યું કે અમે અમેરિકા-ભારત વેપાર પરિષદની 45મી વર્ષગાઠના અવસરે પીએમ મોદીના જોડાવવાથી સન્માનિત થયા છીએ. તેમણે કહ્યું કે આ વર્ષે એક સારા ભવિષ્યના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત રહેશે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube