હાથરસ કેસ: પોલીસે પીડિત પરિવારને મળવા જઈ રહેલા રાહુલ ગાંધીની ધરપકડ કરી
પોલીસે રાહુલ ગાંધીને કહ્યું કે અમે તમને આગળ જવા નહીં દઈએ. તમારી ધરપકડ કરી રહ્યા છીએ. રાહુલે પોલીસને કહ્યું કે હું એકલો જવા માંગુ છું. જેના પર પોલીસે કહ્યું કે તમારી કલમ 188 હેઠળ ધરપકડ કરીએ છીએ. પોલીસે કહ્યું કે કલમ 188 હેઠળ તમે ભીડ સાથે જઈ શકો નહીં. રાહુલ ગાંધીએ પોલીસને પૂછ્યું કે હાથરસના પીડિત પરિવારને અમે કેમ ન મળી શકીએ?
નવી દિલ્હી: હાથરસ (Hathras) મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે. કેરળના વાયનાડના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) સાથે પીડિતના પરિવારજનોને મળવા માટે દિલ્હીથી હાથરસ જવા નીકળી ચૂક્યા છે. જો કે ગ્રેટર નોઈડામાં તેમના કાફલાને રોકી લેવામાં આવ્યો. કાફલો રોકવામાં આવ્યા બાદ રાહુલ-પ્રિયંકા પગપાળા જ હાથરસ જવા નીકળી પડ્યા. દિલ્હી નોઈડા બોર્ડર પર કોંગ્રેસ કાર્યકરોએ પ્રદર્શન કર્યું. ડીએનડી પર ભારે પોલીસફોર્સ તૈનાત છે. આ બધા વચ્ચે એવા અહેવાલ છે કે રાહુલ ગાંધીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
હાથરસની પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અત્યંત ચોંકાવનારો, FSL રિપોર્ટ સાંજે સુધીમાં મળે તેવી શક્યતા
હાથરસ જતા પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ યોગી સરકાર પર ટ્વીટ કરીને હુમલો કર્યો. તેમણે કહ્યું કે હાથરસમાં અન્યાય થઈ રહ્યો છે. પરિવાર તપાસથી સંતુષ્ટ નથી. પ્રિયંકાએ યોગી સરકાર પર પીડિત પરિવારને ધમકાવવાનો પણ આરોપ લગાવ્યો છે. પ્રિયંકાએ કહ્યું કે યુપી સરકાર પરિવારને ચૂપ કરાવવા માંગે છે.
માનવતા શર્મસાર...UPના હાથરસ-બલરામપુર બાદ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ દુષ્કર્મની ઘટનાઓ
પીએમ મોદીએ પણ ઘટનાને ગંભીરતાથી લેતા સીએમ યોગી આદિત્યનાથને ફોન કરીને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે આ કેસમાં તપાસ માટે SITની રચના કરી છે અને 7 દિવસમાં રિપોર્ટ આપી દેવા કહ્યું છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube