પ.બંગાળમાં ઉપદ્રવીઓએ બોમ્બ ઝીંક્યો, DCP ઈજાગ્રસ્ત, CM મમતાએ કહ્યું- `આ તો છૂટીછવાઈ ઘટનાઓ`
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં મંગળવારે થઈ રહેલા પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓને વેરવિખેર કરવા ગયેલી પોલીસ (Police) પર બોમ્બ ઝીંકાયો. આ હુમલામાં હાવડા પોલીસના ડીસીપી અજીત સિંહ યાદવ ઘાયલ થયાં.
કોલકાતા: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ના વિરોધમાં મંગળવારે થઈ રહેલા પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓને વેરવિખેર કરવા ગયેલી પોલીસ (Police) પર બોમ્બ ઝીંકાયો. આ હુમલામાં હાવડા પોલીસના ડીસીપી અજીત સિંહ યાદવ ઘાયલ થયાં. પશ્ચિમ બંગાળ (West Bengal) માં અનેક જગ્યાઓ પર છેલ્લા ચાર દિવસથી પ્રદર્શન થઈ રહ્યાં છે. ચોંકાવનારી વાત એ છે કે આ પ્રદર્શનમાં ખુદ મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamta Banerjee) પણ સામેલ થયા છે. આ કારણે રાજ્યપાલ ઓપી ધનખડ પણ કહી ચૂક્યા છે કે બંધારણીય પદ પર હોવા છતાં સીએમ મમતા બેનરજી કોઈ પણ વિરોધ પ્રદર્શનમાં જો સામેલ થાય તો તે ગેરબંધારણીય ગણાય.
(Mamta Banerjee) એ સીએએ 2019ના વિરોધમાં પ્રદેશમાં પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાને છૂટી છવાઈ હિંસાની ઘટનાઓ ગણાવી છે. તેમણે રેલવે પરિસરોમાં તોડફોડ અને આગની ઘટનાઓ માટે કેન્દ્રને જવાબદાર ગણતા કહ્યું કે તે વિસ્તારો રેલવે સુરક્ષા દળ (આરપીએફ)ના અધિકારમાં આવે છે. રાજ્ય પોલસના અધિકારમાં નહીં.
મમતા બેનરજી(Mamta Banerjee) એ આ અગાઉ સોમવારે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) અને સીએએ (CAA) ના વિરોધમાં કોલકાતામાં મોટી વિરોધ રેલી કાઢી હતી અને લોકોને રાજ્યમાં એનઆરસીની કોઈ ગતિવિધિ લાગુ નહીં કરવાની અને નાગરિકતા કાયદો લાગુ નહીં થવા દેવાની શપથ લેવડાવી હતી. તેમણે કહ્યું હતું કે અમારો નારો છે કે 'બંગાળમાં નો સીએબી, નો એનઆરસી'.
આ VIDEO પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....