મમતા બેનરજી

CM મમતા બેનરજીએ પહેલા કર્યો ડાન્સ, પછી કહ્યું- 'બંગાળને ગુજરાતમાં ફેરવી શકાશે નહીં'

પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એક સંગીત કાર્યક્રમ દરમિયાન ભાજપનું નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા. 

Dec 24, 2020, 03:16 PM IST

મમતાના ગઢમાં પહેલુ ગાબડુ પાડશે Amit Shah, આજે પશ્ચિમ બંગાળ પર સૌની નજર

  • આજે અમિત શાહના બંગાળ પ્રવાસ દરમિયાન TMCના ધારાસભ્ય સુવેંદુ અધિકારી ભાજપમાં જોડાશે
  • મિશન બંગાળ માટે ભાજપે ઉતારી કેન્દ્રીય નેતાઓની ફોજ બંગાળમાં ઉતારી છે

Dec 19, 2020, 08:01 AM IST

વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનરજીને મળ્યો જબરદસ્ત ઝટકો, દિગ્ગજ નેતાઓના રાજીનામા પડ્યા

આગામી વર્ષે પશ્ચિમ બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) પહેલા તૃણમૂલ કોંગ્રેસની મુશ્કેલીઓ સતત વધી રહી છે અને મુખ્યમંત્રી મમતા બેનરજીને એક જ દિવસમાં બે મોટા ઝટકા મળ્યા છે.

Dec 18, 2020, 01:14 PM IST

તૃણમૂલ કોંગ્રેસ અને બીજેપી વચ્ચેનું રાજકીય યુદ્ધ તેજ બન્યું, હવે અમિત શાહ જશે બંગાળ

પશ્ચિમ બંગાળ (West Bengal) માં આગામી વર્ષે વિધાનસભા ઈલેક્શન યોજાવાને છે. તે પહેલા બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને બીજેપીની વચ્ચે રાજકીય ધમાસાણ તેજ બની રહ્યું છે. બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) ના કાફલા પર હુમલા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પશ્વિમ બંગાળની બે દિવસની મુસાફરી પર જશે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમિત શાહ 19 અને 20 ડિસેમ્બરના રોજ બંગાળ જશે. તેઓ પોતાની મુલાકાત દરમિયાન પાર્ટીના ત્રણ અલગ અલગ કાર્યક્રમોમાં સામેલ થશે. આ સાથે જ પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરીને રાજ્યમાં ઈલેક્શનની તૈયારીઓ પર ફીડબેક લેશે. તેમની મુલાકાત પહેલા તેમના મંત્રાલયે પશ્ચિમ બંગાળની સરકાર પાસેથી જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાનો રિપોર્ટ માંગ્યો છે. 

Dec 11, 2020, 11:07 AM IST

મમતા બેનરજી સામે બળવાની શરૂઆત!, આ 4 મંત્રી કેબિનેટ બેઠકમાં પહોંચ્યા જ નહીં

પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee) વિરુદ્ધ બળવાની શરૂઆત થઈ ગઈ છે. ગઈ કાલે કેબિનેટ બેઠકમાં ચાર મંત્રીઓ પહોંચ્યા નથી.

Nov 12, 2020, 02:17 PM IST

ગૃહમંત્રી Amit Shah નું બંગાળ મિશન, મમતા બેનરજી પર કર્યા આકરા પ્રહાર

ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસના પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. પશ્ચિમ બંગાળ પહોંચતાની સાથે જ તેમણે મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamta Banerjee) પર નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો કે મમતાદીદીએ કેન્દ્રની 80થી વધુ યોજનાઓ રોકી રાખી છે. 

Nov 5, 2020, 01:22 PM IST

પશ્ચિમ બંગાળમાં તણાવ: રાજ્યપાલે CM પર સાધ્યું નિશાન, કહ્યું- સર્વેલન્સ પર રાજભવન

પશ્ચિમ બંગાળ (West Bengal)માં રાજભવન અને મુખ્યમંત્રી ઓફિસની વચ્ચે તણાવ ચરમ પર પહોંચ્યો છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ (Governor Jagdeep Dhankhar)એ મોટા આરોપ લગાવતા કહ્યું કે, રાજભવનની જાસૂસી થઇ રહી છે, જો કે ખોટું છે. તેમણે કહ્યું કે, તેનાથી રાજ્યભવનનું ગૌરવ ઘટી રહ્યું છે.

Aug 16, 2020, 08:57 PM IST

TMCના ધારાસભ્યનું કોરોનાને કારણે થયું નિધન, CM મમતા બેનરજીએ શોક વ્યક્ત કર્યો

તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય તમોનાશ ઘોષનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેઓ કોરોના વાયરસ (Corona Virus) થી સંક્રમિત હતાં. હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતાં. તેમના નિધન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શોક વ્યક્ત કર્યો છે. 

Jun 24, 2020, 11:02 AM IST

દિલ્હીમાં AAPની બમ્પર જીતથી મમતા ગદગદ, અખિલેશે કહ્યું- હવે BJP કોઈ 'બાગ' યાદ નહીં રાખે

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બમ્પર જીત તરફ આગળ વધી રહી છે. પરિણામો જોતા અરવિંદ કેજરીવાલ ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનશે તે નક્કી છે.

Feb 11, 2020, 03:18 PM IST

CAAને પશ્ચિમ બંગાળમાંથી જડમૂળથી નાબૂદ કરવા મોદી સરકાર વિરુદ્ઘ મમતા આજે ભરશે મોટું પગલું

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરુદ્ધ ટીએમસી આજે વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કરશે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આજે વિશેષ સેશન બોલાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કાયદાની વિરુદ્ધ કેરળ, પંજાબ અને રાજસ્થાન વિધાનસભામાં પ્રસ્તાવ પાસ થઈ ચૂક્યું છે.

Jan 27, 2020, 08:15 AM IST

મમતાના ગઢમાં મોદીની એન્ટ્રી, કહ્યું-દેશના ઈતિહાસમાં અનેક મહત્વના પક્ષોને નજરઅંદાજ કરાયા

પશ્ચિમ બંગાળની બે દિવસીય મુસાફરી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શનિવારે સાંજે કોલકાત્તા (kolkata) પહોંચ્યા. આ વચ્ચે રાજભવનમાં વડાપ્રધાન રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee) ને મળ્યા હતા, અને ત્યાર બાદ શહેરની ઓલ્ડ કરન્સી બિલ્ડીંગમાં એક મૂર્તિનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન આયોજિત એક સમારોહમાં પીએમ મોદીએ કહ્યું કે, દેશના ઈતિહાસમાં અનેક મહત્વના પક્ષોને નજરઅંદાજ કરી દેવામાં આવ્યા છે. ઈતિહાસને સત્તા, હિંસા અને ઉત્તરાધિકારીની લડાઈ સુધી સીમિત કરી દેવામાં આવ્યું.

Jan 11, 2020, 07:42 PM IST
Special Talks Between PM Modi And Mamata In Kolkata PT11M43S

કોલકાતામાં PM મોદી અને મમતા વચ્ચે મુલાકાત, બન્ને વચ્ચે થઇ ખાસ ચર્ચા

નાગરિકતા સંશોધન કાયદા (CAA) પર હંગામા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બે દિવસીય પશ્ચિમ બંગાળની મુલાકાત માટે કોલકાત્તા પહોંચ્યા છે. એરપોર્ટ પર સ્વાગત માટે મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamta Banerjee) પહોંચ્યા ન હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને મમતા બેનરજીના મંત્રીએ તેમનુ સ્વાગત કર્યું હતું. કોલકાત્તાના મેયર પણ એરપોર્ટ પર પીએમના સ્વાગત માટે પહોંચ્યા હતા. પીએમ મોદીના સ્વાગત માટે બીજેપીના અનેક મોટા નેતા એરપોર્ટ પર પહોંચ્યા હતા.

Jan 11, 2020, 07:00 PM IST

PM મોદીને મળ્યા બાદ તરત રાજભવન બહાર ધરણા પર બેસી ગયા મમતા બેનરજી

નાગરિકતા સંશોધન કાયદા પર હંગાવાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા છે. તેઓએ રાજભવનમાં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee) સાથે મુલાકાત કરી હતી. પરંતુ પીએમ મોદીની મુલાકાત બાદ જ મમતા બેનરજી રાજભવન બહાર ધરણા પર બેસી ગઈ છે. તે એનપીઆર અને એનસીઆરનો વિરોધ કરી રહી છે. મમતાએ કહ્યું કે, મેં પીએમ મોદીને કહ્યું કે, કોઈને ભેદભાવ ન થાય. બંગાળમાં એનપીઆર-એનસીઆર (NCR) ન જોઈએ. તેને પરત લેવું જોઈએ.

Jan 11, 2020, 06:28 PM IST

પાક્કી દુશ્મનાવટ નિભાવી મમતાએ, PMને એરપોર્ટ પર રિસીવ કરવા ન પહોંચ્યા

નાગરિકતા સંશોધન કાયદા (CAA)  પર હંગામા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બે દિવસીય પશ્ચિમ બંગાળની મુલાકાત માટે કોલકાત્તા પહોંચ્યા છે. એરપોર્ટ પર સ્વાગત માટે મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamta Banerjee) પહોંચ્યા ન હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને મમતા બેનરજીના મંત્રીએ તેમનુ સ્વાગત કર્યું હતું. કોલકાત્તાના મેયર પણ એરપોર્ટ પર પીએમના સ્વાગત માટે પહોંચ્યા હતા. પીએમ મોદીના સ્વાગત માટે બીજેપીના અનેક મોટા નેતા એરપોર્ટ પર પહોંચ્યા હતા.

Jan 11, 2020, 04:48 PM IST

આજથી PM મોદી કોલકાતાના પ્રવાસે, રાજભવનમાં મમતા બેનર્જી સાથે થઈ શકે છે મુલાકાત

નાગરિકતા સંશોધન  કાયદા (CAA) અને NRCને લઈને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા TMCના ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)  આજે પોતાના બે દિવસના પ્રવાસ હેઠળ આજે કોલકતા પહોંચશે.

Jan 11, 2020, 09:29 AM IST

Bharat Bandh LIVE: બંગાળમાં TMC કાર્યકરો અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝડપ, અમૃતસરમાં ટ્રેનો રોકી

આજે 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ભારત બંધ (Bharat Bandh) નું એલાન કર્યું છે. આ 24 કલાકની દેશવ્યાપી હડતાળ છે જે સવારથી શરૂ થઈ ગઈ છે. અનેક રાજ્યોમાં તેની અસર જોવા મળી રહી છે. રિપોર્ટ મુજબ ભારત બંધમાં 25 કરોડથી વધુ લોકો ભાગ લે તેવી શક્યતા છે. આ દરમિયાન ભારત બંધની અસર પણ જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળના હાવડામાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી છે. આ હડતાળ 24 કલાકની દેશવ્યાપી હડતાળ છે. 

Jan 8, 2020, 09:23 AM IST

આજે ભારત બંધ, શેના પર પડશે અસર અને શેના પર નહીં તે જાણવું તમારા માટે ખુબ જરૂરી 

રિપોર્ટ મુજબ ભારત બંધમાં 25 કરોડથી વધુ લોકો ભાગ લે તેવી શક્યતા છે. ભારત બંધ દરમિયાન મજૂરો કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કરશે અને વેતનવધારા પર મજૂર વર્ગની 12 સૂત્રીય માગણીઓ રજુ કરશે. આ ઉપરાંત લઘુત્તમ મજૂરી, સામાજિક સુરક્ષા, વર્દી, પાંચ દિવસનો સપ્તાહ જેવા અન્ય મુદ્દાઓ પણ રજુ કરશે. 

Jan 8, 2020, 08:44 AM IST

Citizenship Amendment Act: વિરોધ કરવામાં ભાન ભૂલ્યા CM મમતા બેનરજી, કરી જનમત સંગ્રહની માગણી

નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે આ મુદ્દે જનમત સંગ્રહની માગણી કરી છે.

Dec 20, 2019, 07:44 AM IST

પ.બંગાળમાં ઉપદ્રવીઓએ બોમ્બ ઝીંક્યો, DCP ઈજાગ્રસ્ત, CM મમતાએ કહ્યું- 'આ તો છૂટીછવાઈ ઘટનાઓ'

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં મંગળવારે થઈ રહેલા પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓને વેરવિખેર કરવા ગયેલી પોલીસ (Police)  પર બોમ્બ ઝીંકાયો. આ હુમલામાં હાવડા પોલીસના ડીસીપી અજીત સિંહ યાદવ ઘાયલ થયાં.

Dec 18, 2019, 07:50 AM IST

CAB સામે પંજાબ, કેરળ અને પશ્ચિમ બંગાળની બગાવત, કાયદો રાજ્યમાં લાગુ ન કરવાની મુખ્યમંત્રીઓની જાહેરાત

દેશના ત્રણ રાજ્યો પંજાબ, પશ્ચિમ બંગાળ અને કેરળના મુખ્યમંત્રીઓએ નાગરિકતા સંશોધન બિલ (CAB)ને સંવિધાનની વિરૂદ્ધ ગણાવીને પોતાના રાજ્યમાં એને લાગુ ન કરવાનું એલાન કર્યું છે. આ બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath kovind) મંજૂરી આપી દીધી છે.

Dec 13, 2019, 09:38 AM IST