નવી દિલ્હી: દિલ્હીમાં નાગરિકતા કાયદા (CAA)ના વિરોધમાં શાહીન બાગમાં થયેલા વિરોધ પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે પોતાના ચુકાદામાં કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કે સમૂહ જાહેર સ્થળોને બ્લોક કરી શકે નહીં. કોર્ટે કહ્યું કે પબ્લિક પ્લેસ પર અનિશ્ચિતકાળ માટે કબ્જો જમાવી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે ધરણા પ્રદર્શનનો અધિકાર પોતાની જગ્યાએ છે પરંતુ અંગ્રેજોના રાજવાળી હરકત અત્યારે કરવી એ યોગ્ય નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત સિંહ રાજપૂત કેસ: કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને આપ્યું અત્યંત મહત્વનું નિવેદન


જાહેર સ્થળો પર અનિશ્ચિતકાળ માટે કબ્જો જમાવી શકાય નહી
સુપ્રીમ કોર્ટે કહ્યું કે CAAના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા, રસ્તાને પ્રદર્શનકારીઓએ બ્લોક કરી દીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટથી અલગ અલગ ચુકાદો અપાયો. કોર્ટે કહ્યું કે જાહેર સ્થળો અને રસ્તાઓ પર અનિશ્ચિત કાળ માટે કબ્જો જમાવી શકાય નહીં. 


Corona Update: કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર વધારો, કુલ આંકડો 67 લાખને પાર


પબ્લિક પ્લેસને બ્લોક કરી શકો નહી
સુપ્રીમ કોર્ટે  કહ્યું કે વિરોધ જતાવવા માટે પબ્લિક પ્લેસ કે રસ્તાને બ્લોક કરી શકાય નહી. અધિકારીઓએ આ પ્રકારના અવરોધને તરત હટાવવો જોઈએ. વિરોધ પ્રદર્શન નિર્ધારિત જગ્યાઓ પર જ થવું જોઈએ. કોર્ટે કહ્યું કે પ્રદર્શનકારીઓના સાર્વજનિક સ્થળો પર પ્રદર્શન એ લોકોના અધિકારોનું હનન છે. કાયદામાં તેને મંજૂરી નથી. 


VVIP વિમાન ખરીદી પર હોબાળો મચાવીને રાહુલ ગાંધીએ 'કાચું કાપ્યું'? જાણો શું છે મામલો


100 દિવસથી વધુ સમય માટે ચાલ્યા હતા ધરણા
અત્રે જણાવવાનું કે નાગરિકતા કાયદાના વિરોધમાં શાહીન બાગમાં 100 દિવસ કરતા પણ વધુ સમય માટે લોકોએ ધરણા પ્રદર્શન કર્યા હતાં. પરંતુ કોરોના વાયરસના કારણે દિલ્હીમાં કલમ 144 લાગુ થયા બાદ પોલીસે પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવ્યા હતાં. શાહીન બાગ પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરાઈ હતી. ધરણાના કારણે અનેક રસ્તાઓ બંધ થયા હહતાં અને લોકોને અવરજવરમાં મુશ્કેલીઓ પડતી હતી. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube