Pulwama attack: NIAએ તૈયાર કરી 5000 પેજની ચાર્જશીટ, 20 આતંકીના નામ આવ્યા સામે
પુલવામા હુમલો (Pulwama Attack)ની તપાસમાં રાષ્ટ્રિય તપાસ એજન્સી (NIA)એ 5000 પેજની ચાર્જશીટ તૈયાર કરી છે. ચાર્જશીટમાં કુલ 20 આતંકીઓના નામ સામેલ છે. જૈશ કમાન્ડર મસૂદ અઝહર (Masood Azhar) અને રઉફ અસગર મસૂદના નામ પણ ચાર્જશીટમાં સામેલ છે. મસૂદ અઝહરનો ભત્રીજો ઉમર ફારૂક અને અદીલ ડાર ઉપરાંત હુમલામાં સામેલ આતંકીઓની વચ્ચે વાતચીત અને વોટ્સએપ ચેટની ડિટેલ્સ પણ સામેલ છે. પાકિસ્તાનથી ઇન્ટરનેશનલ બોર્ડર દ્વારા આરડીએક્સ લાવવાના ષડયંત્રની ડિટેલ ચાર્જશીટમાં છે.
નવી દિલ્હી/શ્રીનગર: પુલવામા હુમલો (Pulwama Attack)ની તપાસમાં રાષ્ટ્રિય તપાસ એજન્સી (NIA)એ 5000 પેજની ચાર્જશીટ તૈયાર કરી છે. ચાર્જશીટમાં કુલ 20 આતંકીઓના નામ સામેલ છે. જૈશ કમાન્ડર મસૂદ અઝહર (Masood Azhar) અને રઉફ અસગર મસૂદના નામ પણ ચાર્જશીટમાં સામેલ છે. મસૂદ અઝહરનો ભત્રીજો ઉમર ફારૂક અને અદીલ ડાર ઉપરાંત હુમલામાં સામેલ આતંકીઓની વચ્ચે વાતચીત અને વોટ્સએપ ચેટની ડિટેલ્સ પણ સામેલ છે. પાકિસ્તાનથી ઇન્ટરનેશનલ બોર્ડર દ્વારા આરડીએક્સ લાવવાના ષડયંત્રની ડિટેલ ચાર્જશીટમાં છે.
આ પણ વાંચો:- દુનિયાના 4 કેસમાંથી 1 કેસ ભારતમાં, શું ભારત બન્યું કોરોનાનું નવું સેન્ટર?
NIAએ સીઆરપીએફના કાફલા પર હુમલાના આરોપી બિલાલ અહમદ કુચેની ધરપકડ કરી છે. બિલાલ અહમદની ધરપકડ કાશ્મીરના પુલવામામાંથી કરાઇ છે. ધરપકડ બાદ NIAએ બિલાલ અહમદને જમ્મૂની સ્પેશિયલ NIA કોર્ટમાં રજૂ કર્યો અને કોર્ટે 10 દિવસના NIA રિમાન્ડ આપ્યા હતા. પુલવામા હુમલામાં NIA અત્યાર સુધીમાં 7 આતંકીઓની ધરપકડ કરી છે. બિલાલ અહમદ કાશ્મીરના પુલવામાનો રહેવાસી છે અને તેના ઘમાંથી આરા મશીન ચાલે છે.
આ પણ વાંચો:- ડબલ ગેમ રમી રહી છે Rhea Chakraborty? જાણો Sushant Suicide Case માં આવ્યો કેવો વળાંક
બિલાલ અહમદે હુમલા પહેલા આતંકી અદીલ અહમદ ડાર અને બાકી આતંકીઓને તેમના ઘર પર સંતાડવાની મદદ કરી હતી અને ત્યારબાદ ઓવર ગ્રાઉન્ડ વર્કર (Over Ground Worker) જે આતંકીઓની મદદ પહોંચાડવાનું કામ કરે છે. બિલાલ અહમદના કહેવા પર બાકી OGWએ હુમલા પહેલા આતંકીઓને બીજી જગ્યાએ સંતાડ્યા, જ્યાં હુમલાની યોજના બનાવવામાં આવી હતી.
આ પણ વાંચો:- Unlock 4.0: સપ્ટેમ્બરમાં ફરી ખુલશે સ્કૂલ, કોલેજ? જાહેર થઇ શકે છે નવી ગાઇડલાઇન
બિલાલે આતંકીઓને માત્ર મોબાઇલ ફોન લઇને આપ્યા જેનાથી આતંકી પાકિસ્તાનમાં જેશ એ મોહમ્મદના હાઇકમાન્ડ સાથે વાત કરાત હતા. બિલાલે આપેલા મોબાઇલથી અદીલ અહમદ ડારનો એક વીડિયો બનાવવામાં આવ્યો જે CRPF પર હુમલા બાદ વાયરલ કરવામાં આવ્યો. NIAએ આ મામલે 2 જુલાઇના મોહમ્મદ ઇકબાલ રાઠરની ધરપકડ કરી હતી જે પહેલાથી જેલમાં બંધ હતો. NIIA આ પુલવામા હુમલાના આરોપી આતંકીઓને મદદ કરવાના આરોપમાં પિતા પુત્રી, તારિક એહમદ શાહ અને ઈંશા જાંની પણ ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં NIA આ મામલે શાકિર બશિર માર્જેર, તારિક અહમ શાહ, ઈંશા જાં, વૈજ ઉલ ઇસ્લામ, મોહમ્મદ અબ્બાસ રાઠર અને મોહમ્મદ ઇકબાલ રાઠરની ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર