Unlock 4.0: સપ્ટેમ્બરમાં ફરી ખુલશે સ્કૂલ, કોલેજ? જાહેર થઇ શકે છે નવી ગાઇડલાઇન

કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશભરની સ્કૂલો અને કોલેજ છેલ્લા 5 મહિનાથી બંધ છે. 31 ઓગસ્ટના અનલોક 3.0 સમાપ્ત થવાની સાથે આ આશા છે કે, ગૃહ મંત્રાલય (MHA) ટૂંક સમયમાં જ અનલોક 4.0 સુધી સ્કૂલોને ફરી ખોલવા પર નિર્ણય થઇ શકે છે. આ મહિનાના અંત સુધીમાં દિશાનિર્દેશ (guidelines) જારી કરવાની સંભાવના છે.
Unlock 4.0: સપ્ટેમ્બરમાં ફરી ખુલશે સ્કૂલ, કોલેજ? જાહેર થઇ શકે છે નવી ગાઇડલાઇન

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશભરની સ્કૂલો અને કોલેજ છેલ્લા 5 મહિનાથી બંધ છે. 31 ઓગસ્ટના અનલોક 3.0 સમાપ્ત થવાની સાથે આ આશા છે કે, ગૃહ મંત્રાલય (MHA) ટૂંક સમયમાં જ અનલોક 4.0 સુધી સ્કૂલોને ફરી ખોલવા પર નિર્ણય થઇ શકે છે. આ મહિનાના અંત સુધીમાં દિશાનિર્દેશ (guidelines) જારી કરવાની સંભાવના છે.

અનલોક 3.0ના અંતર્ગત, ગૃહ મંત્રાલયે જીમ (Gymnasiums), અને યોગ સંસ્થાઓ (Yoga institutes)ને ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થા (Educational institution) 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે.

જેમ કે ઓગસ્ટ મહિનો પુર્ણ થવા આવ્યો છે. અનલોક 4 માટે ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે. જો કે, કેટલાક રિપોર્ટ જણાવી રહ્યાં છે કે, શૈક્ષણિક સંસ્થા તબક્કાવાર (Phased manner) ખોલવામાં આવશે. આ એટલા માટે કેમ કે, મહત્મ સુરક્ષા અને સાવધાની રાખવામાં આવે. તેનો અર્થ એવો છે કે, ખાસ સ્ટેડર્ડના તમામ સેક્શનના વિદ્યાર્થીઓ એકપણ દિવસ સ્કૂલે જશે નહીં.

તમને જણાવી દઇએ કે, 3 માર્ચથી કોરોના મહામારીના કારણે શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. જેનાથી બાળકોના અભ્યાસ પર ઉંડો પ્રભાવ પડે છે. જો કે, સરકારે તમામ સ્કૂલો અને કોલેજોને ઓનલાઇન ક્લાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તે ખાસ ગ્રામિણ ક્ષેત્રમાં યોગ્ય વ્યવસ્થા અને સ્માર્ટફોનની ઉપલબ્ધતા ન હોવાથી પ્રભાવી સાબિત થઇ શક્યું નહીં.

ત્યારે લોકડાઉનથી સૌના જીવન પર અસર પડવાથી વાલી ફીમાં રાહતની માંગ કરી રહ્યા છે. પરંતુ ફીમાં પણ કોઇ રાહત આપવામાં આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news