નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ સોશિયલ મીડિયા વોરિયર્સ ટીમ (Social Media Warriors Team) જોઈન કરવાની અપીલ કરી છે. હકીકતમાં કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની તાકાત મજબૂત કરવાની કવાયત શરૂ કરી છે. આ બાબતે સોશિયલ મીડિયા વોરિયર્સ ટીમ સાથે જોડાવા માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ ટીમમાં વોટ્સેપ, વેબસાઇટ અને ઈ-મેલ દ્વારા જોડાઈ શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા વોરિયર્સ ટીમ (Social Media Warriors Team) ને લઈને રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યુ કે, આ ટીમ ન્યાય માટે લડનાર યોદ્ધાઓની છે. આ નફરતની સેના નથી. આ હિંસાની સેના નથી. આ સત્યની સેના છે. આ એક સેના છે જે ભારતના વિચારનો બચાવ કરશે. 


પીએમના ભાષણની અસર! કિસાન યુનિયનોએ સરકારને કહ્યું- ચર્ચા માટેની તારીખ નક્કી કરો


રોહન ગુપ્તા (rohan gupta) એ કહ્યુ કે, લોકતાંત્રિક સંસ્થાઓને દબાવવામાં આવી રહી છે અને સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ (Congress) ની જવાબદારી છે કે અમે તેનો જવાબ આપીએ અને દેશ બચાવીએ.


તેમણે કહ્યું કે, અમે ચુપ ન બેસી શકીએ. આ અમારી નૈતિક જવાબદારી છે કે દેશનો અવાજ મજબૂત કરવામાં આવે. તેથી અમે આ અભિયાનનો પ્રારંભ કરી રહ્યાં છીએ. અમે દરેક યુવાને મંચ આપવા ઈચ્છીએ છીએ. અમે આ અભિયાનને એક મહિના સુધી ચલાવીશું જેથી દેશભરના લોકો તેની સાથે જોડાઈ શકે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube