દિલ્હી-NCRમાં વરસાદ, તાપમાનમાં ઘટાડો, મેટ્રો સેવા અટકી ગઇ
શુક્રવારે સાંજે દિલ્હી અને એનસીઆરમાં અનેક સ્થળો પર થયેલા વરસાદનાં કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો
નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆરમાં શુક્રવારે હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો હતો. સાંજે દિલ્હી અને એનસીઆરમાં અનેક સ્થળો પર વરસાદનાં કારણે તાપમાન વધારે નીચુ આવી ગયું. તેના થોડા દિવસ પહેલા થયેલા વરસાદના કારણે પણ દિલ્હી અને એનસીઆરના તાપમાનમાં ઘટાડો આવ્યો હતો. આ વખતે સતત બદલાતા રહેતા વાતાવરણનાં કારણે દિલ્હીમાં ગરમી પોતાનો રંગ જમાવી શકી નથી. મે મહિનો જવા આવ્યો છે, એવામાં દિલ્હીમાં ગરમી હવે જુનમાં જ સિતમ કરશે.
આનંદ મહિંદ્રાએ પ્રજ્ઞા ઠાકુરના નિવેદનને તાલિબાની હરકત જેવું ગણાવ્યું
શુક્રવારે થયેલા વરસાદના કારણે મેટ્રો સેવા પણ અટકી ગઇ હતી. વોયલેટ લાઇન પર ફરીદાબાદમાં કેટલાક સ્ટેશનો પર મેટ્રો સેવા અટકાવી દેવાઇ હતી. આ અગાઉ શુક્રવારે હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષા થયું હતું. આ કારણે પણ તાપમાનમાં ઘટાડો થયો હતો.
રાજસ્થાન: કવરપેજ પરથી જોહરની તસ્વીર હટાવવા મુદ્દે કોંગ્રેસ નેતાઓમાં વિવાદ
દરેક ધર્મમાં આતંકવાદી હોય છે, કોઇ ધર્મ પોતે શ્રેષ્ઠ હોવાનો દાવો ન કરી શકે: હાસન
રાજસ્થાનનાં કેટલાક વિસ્તારમાં વરસાદ
રાજસ્થાનનાં પૂર્વી અને પશ્ચિમી હિસ્સાનાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદનાં કેટલાક ક્ષેત્રોમાં તોફાની વરસાદ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક હિસ્સાઓમાં થયેલા વરસાદ બાદ મહત્તમ સ્થળો પર મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થાય છે. હવામાન વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે, શુક્રવારે સાંજે 05.30 વાગ્યા સુધી જોધપુરમાં 8.5 મિલીમીટર અને અજમેરમાં 0.5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. બીજી તરફ બીકાનેર, નાગોર અને જોધપુરમાં ધુળીયું તોફાન સાથે હળવો વરસાદ પણ થયો હતો.