રાજસ્થાનના બીકાનેરથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. આ એક્સરે રિપોર્ટ યુપીના રામકુમારનો છે જે બીકાનેરમાં રહીને મજૂરી કરે છે. પરંતુ હાલ તે ત્રણેક દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. તેના ગુપ્તાંગમાંથી ડોક્ટરોની ટીમે સાત ઈંચ લાંબો અને ત્રણ ઈંચ પહોળો પ્લાસ્ટિકનો એક કેન કાઢ્યો છે. હાલ તેની સર્જરી કરાઈ છે અને તેની હાલત હવે સ્થિર છે. મામલો ખુબ ચોંકાવનારો છે. જેએનવીસી પોલીસ મથકની પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે રામકુમાર મૂળ યુપીનો છે અને છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાનના બીકાનેર અને ભરતપુરમાં મજૂરીકામ કરે છે. થોડા દિવસથી બીકાનેરના જેએનવીસી પોલીસ મથક હદમાં તે રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. ચાર દિવસ પહેલા જ સવાર સવારમાં તે ઘરની નજીક જંગલ બાજુ શૌચક્રિયા માટે ગયો અને ત્યાં કેટલાક માથાભારે લોકો સાથે ઝઘડો થયો. 


તેમણે રામકુમારને પકડ્યો અને તેની સાથે મારપીટ કરી. તેના ગુપ્તાંગમાં ત્યાં પડેલું જ્યુસનું કેન ઘૂસાડી દીધુ. લગભગ સાત ઈંચ લાંબુ અને ત્રણ ઈંચ પહોળું આ કેન ઘૂસાડ્યા બાદ તેને ત્યાં જ પટકીને જતા રહ્યા. રામકુમાર જેમ તેમ કરીને ઘરે પહોંચ્યો અને ત્યારબાદ બેહોશ થઈ ગયો. તેને હોસ્પિટલ લઈ ગયા તો ત્યાં તેને દાખલ કરી દીધો. એક્સરેમાં જાણવા મળ્યું કે તેની સાથે હેવાનિયત આચરવામાં આવી છે. તેના નિવેદનને નોંધીને હવે કેસ દાખલ કરવાની તૈયારી થઈ રહી છે. ડોક્ટરોએ સારવાર કરતા હાલ તો રામકુમારના પ્રાઈવેટપાર્ટમાંથી કેન કાઢી નાખ્યું છે. 


ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા હોવ તો સાવધાન! 25 પ્લેટ સમોસા 1.40 લાખમાં પડ્યા, ખાસ જાણો


લગ્ન કાયદેસર માન્ય ન હોય તો બીજી પત્ની-બાળકો ભરણપોષણ ભથ્થું માગી શકે? HCનો જવાબ જાણો


UP: રોંગ સાઈડમાં આવી રહેલી બસ અને કારની ટક્કરથી 6ના દર્દનાક મોત, ઘટના CCTVમાં કેદ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube