UP: ગાઝિયાબાદમાં રોંગ સાઈડમાં આવી રહેલી બસ અને કારની ટક્કરથી 6ના દર્દનાક મોત, ઘટના CCTVમાં કેદ

Uttar Pradesh Bus Accident: સ્કૂલ બસવાળાની એક બેદરકારીએ 6 લોકોના ભોગ લઈ લીધા. આ Video જોઈને તમે હચમચી જશો. કારના ફૂરચા ઉડી ગયા.  હાઈવે પર રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે આવી રહેલી બસ અકસ્માતનું કારણ ગણાવવામાં આવી રહી છે. બસ સીએનજી લઈને હાઈવે પર રોંગ સાઈડથી આવી રહી હતી

UP: ગાઝિયાબાદમાં રોંગ સાઈડમાં આવી રહેલી બસ અને કારની ટક્કરથી 6ના દર્દનાક મોત, ઘટના CCTVમાં કેદ

Uttar Pradesh: ગાઝિયાબાદમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર મંગળવારે મોટી દુર્ઘટના થઈ. અહીં એક્સપ્રેસ વે પર બસ અને એસયુવી કારમાં ટક્કર થતા 6 લોકોના મોત થયા. ગંભીર રીતે ઘાયલ થયેલા 8 વર્ષના બાળકને  હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. 

ઘટનાનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું
મળતી માહિતી મુજબ દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર ક્રોસિંગ પોલીસ મથક હદમાં આ ઘટના ઘટી. હાઈવે પર રોંગ સાઈડથી પૂરપાટ ઝડપે આવી રહેલી બસ અકસ્માતનું કારણ ગણાવવામાં આવી રહી છે. બસ સીએનજી લઈને હાઈવે પર રોંગ સાઈડથી આવી રહી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે અકસ્માત બાદ મૃતદેહો કારમાં જ ફસાઈ રહ્યા. ત્યારબાદ ગેટને કટર  દ્વારા કાપીને ફસાયેલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. મૃતદેહોને કારમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. 

— Press Trust of India (@PTI_News) July 11, 2023

એવું કહેવાય છે કે શાળાની બસ ખાલી હતી અને રોંગ સાઈડથી આવી રહી હતી. જ્યારે કારમાં સવાર પરિવાર મેરઠથી દિલ્હી જઈ રહ્યો હતો. પરિવાર ખાટુ શ્યામના દર્શન માટે જઈ રહ્યો હતો. પરંતુ કાર રોંગ સાઈડથી આવી રહેલી બસ સાથે  ટકરાઈ ગઈ. અકસ્માતમાં 6 લોકોના મોત થયા. જ્યારે એક બાળક અને એક પુરુષ ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત અંગે સીએમ યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કર્યું છે. 

આંધ્ર પ્રદેશમાં પણ થયો મોટો અકસ્માત
આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં એક બસના સાગર નહેરમાં ખાબકવાથી 7 લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા છે. બચાવ અભિયાન હાલ ચાલુ છે. બસ એક લગ્નના રિસેપ્શન માટે પોડિલીથી કાકીનાડા જઈ રહી હી. બસ કોંક્રીટની દીવાલ સાથે ટકરાયા બાદ કાબૂ ગુમાવી બેઠી અને નહેરમાં ખાબકી. 7 લોકોના મોત થયા જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે. 

— ANI_HindiNews (@AHindinews) July 11, 2023

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news