લગ્ન કાયદેસર માન્ય ન હોય તો બીજી પત્ની અને બાળકો ભરણપોષણ ભથ્થું માગી શકે? જાણો શું કહ્યું હાઈકોર્ટે

જો લગ્ન કાયદેસર ન હોય અને પત્ની ભરણપોષણ ભથ્થું માંગે તો શું તે મળી શકે? આ સવાલનો જવાબ મદ્રાસ હાઈકોર્ટે આપ્યો છે. એક ચુકાદામાં કોર્ટે આ પ્રકારના કેસમાં જે કહ્યું તે જાણવા જેવું છે. 

મદ્રાસ હાઈકોર્ટે હાલમાં જ કહ્યું કે એક પત્ની સીઆરપીસીની કલમ 125 હેઠળ ભરણ પોષણ માટે હકદાર છે. ભલે તે લગ્ન કાયદેસર રીતે કેમ ન થયા હોય. કોર્ટે કહ્યું કે બીજી પત્ની અને બીજા લગ્નથી પેદા થયેલા બાળકો પણ ભરણપોષણ માટે હકદાર છે. ભલે પહેલા લગ્નના અસ્તિત્વના કારણે પછી તે લગ્ન કાનૂની કેમ ન હોય. 

— Live Law (@LiveLawIndia) July 10, 2023

કોર્ટે કહ્યું કે સીઆરપીસીની કલમ 125ના પ્રયોજન માટે પહેલા અરજીકર્તાના પત્ની અને બીજા અરજીકર્તાને પ્રતિવાદીના પુત્ર માની શકાય છે. આથી ટ્રાયલ કોર્ટનું એ તારણ છે કે અરજીકર્તા  પ્રતિવાદી પાસે ભરણ પોષણ મેળવવા માટે હકદાર છે. મદ્રાસ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના એ આદેશને યથાવતા રાખતા આ ટિપ્પણી કરી જેમાં એક વ્યક્તિને પોતાની પત્ની અને તેના પુત્રને દસ હજાર રૂપિયાનું માસિક ભરણપોષણ ભથ્થું આપવાનો નિર્દેશ કરાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news