જયપુરઃ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંગ્રામ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોત જેસલમેર પહોંચ્યા છે. તેમણે મીડિયા સાથે વાત કરતા ભાજપ પર મોટો હુમલો કર્યો છે. આ દરમિયાન ગેહલોતે સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો હતો. ગેહલોતે ભાજપના ધારાસભ્ય જૂથબંધીને લઈને કહ્યું કે, હવે તેની પોલ ખુલી ગઈ છે. અશોક ગેહલોતે કહ્યુ કે, ભાજપના નેતાઓ અને અમારી પાર્ટી છોડી ચુકેલા લોકો વિરુદ્ધ દરેક ઘરમાં ગુસ્સો છે. આ દરમિયાન ગેહલોતે ફરી એકવાર ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો હતો. ગેહલોતે ભાજપ પર આરોપ લગાવતા કહ્યુ કે, તમે વિચારી શકો છો કે સરકારમાં તો અમે લોક છીએ, હોર્ટ ટ્રેડિંગ થઈ રહી હતી. ક્યા પ્રકારે અમારે ધારાસભ્યોને એક સાથે રોકવા પડ્યા. પરંતુ ભાજપને કઈ વાતની ચિંતા છે, જ્યાં તેને ત્રણ-ચાર જગ્યાએ લોકોની જૂથબંધી કરવી પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી પરંપરા વિકસિત ન થવી જોઈએ
ગેહલોતે આગળ કહ્યુ કે, રાજસ્થાનમાં આ પ્રકારની પરંપરા રહી નથી.  ચૂંટાયેલી સરકાર પાડવાને લઈને બે-ત્રણ પ્રયાસ થયા છે. મેં હંમેશા આવી વસ્તુનો વિરોધ કર્યો છે. પ્રદેશમાં કોંગ્રેસ કમિટીના અધ્યક્ષની હેસિયતથી ભેરોસિંહ શેખાવતની સરકારના સમયમાં મેં વિરોધ કર્યો હતો. આ વાતને લઈને નરસિમ્હા રાવ પ્રાઇમ મિનિસ્ટરને મળ્યો હતો, ત્યારે પણ વિરોધ કર્યો હતો. તે સમયે બલિરામ ભગત રાજસ્થાનમાં હતા. 


કોંગ્રેસે પોતાની છબી બચાવવા ફુલ-ટાઇમ અધ્યક્ષ ચૂંટવા પડશેઃ શશી થરૂર


એસઓજી પોતાનું કામ કરી રહી છે, ફોન ટેપિંગની વાત ખોટી
મીડિયા સાથે વાત કરતા સીએમ ગેહલોતે કહ્યુ કે, એસઓજી પોતાનું કામ કરી રહી છે. સરકારનો તેમાં કોઈ હસ્તક્ષેપ હોતો નથી. એસઓજીએ રાજદ્રોહની કલમ લગાવી હતી, કે નથી લગાવી, તે વિશે હું વધુ ન કહી શકું. હા, પરંતુ તે સ્પષ્ટ છે કે સરકાર પાડવાનો પ્રયાસ ભાજપ તરફથી કરવામાં આવ્યો છે. મીડિયાને ઘેરતા ગેહલોતે કહ્યું કે, સોશિયલ મીડિયા અને મીડિયા પર આવી-તેવી વાતો છપાય જાય છે, જેના વિશે વિચારી પણ ન શકાય. થોડા સમય પહેલા તો તે પણ છાપવામાં આવ્યું હતું કે, ફોન ટેપિંગ થયું છે. પરંતુ તમે વિચારો કે હું ખુદ આવી વાતોનો વિરોધ કરુ છું, ફોન ટેપિંગનો વિરોધ કરુ છું, તો કઈ રીતે અમે ફોન ટેપિંગ કરાવી શકીએ. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube