કોંગ્રેસે પોતાની છબી બચાવવા ફુલ-ટાઇમ અધ્યક્ષ ચૂંટવા પડશેઃ શશી થરૂર
કોંગ્રેસ સાંસદ શશી થરૂરનું માનવુ છે કે કોંગ્રેસે પોતાની છબી બચાવવા માટે ફુલ ટાઇમ અધ્યક્ષ ચૂંટવા પડશે. તેમણે રવિવારે કહ્યું કે, જનતા વચ્ચે પાર્ટીની છબી દિશાહીન પક્ષની થઈ ગઈ છે, તેને તોડવા માટે ફુલ-ટાઇમ અધ્યક્ષની જરૂરીયાત છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ શશી થરૂરનું માનવુ છે કે કોંગ્રેસે પોતાની છબી બચાવવા માટે ફુલ ટાઇમ અધ્યક્ષ ચૂંટવા પડશે. તેમણે રવિવારે કહ્યું કે, જનતા વચ્ચે પાર્ટીની છબી દિશાહીન પક્ષની થઈ ગઈ છે, તેને તોડવા માટે ફુલ-ટાઇમ અધ્યક્ષની જરૂરીયાત છે. થરૂરે તે પણ સ્પષ્ટ કર્યું કે, રાહુલ ગાંધીમાં તે દમ અને ક્ષમતા છે કે તે પાર્ટીને ફરીથી લીડ કરી શકે છે. પરંતુ જો રાહુલ ગાંધી અધ્યક્ષ બનવા ઈચ્છતા નથી તો કોંગ્રેસે નવા અધ્યક્ષ ચૂંટવાની કવાયત શરૂ કરી દેવી જોઈએ.
સોનિયા પર ભાર નાખવો યોગ્ય નથી
થરૂરનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે સોનિયા ગાંધી અંતરિમ અધ્યક્ષના રૂપમાં એક વર્ષનો કાર્યકાળ પૂરો કરવાના છે. તેમને પાછલા વર્ષે 10 ઓગસ્ટે રાહુલ ગાંધીના રાજીનામા બાદ, મજબૂરીમાં કમાન સોંપવામાં આવી હતી. થરૂરે પીટીઆઈને કહ્યુ, મને ખરેખર તે લાગે છે કે અમારે અમારા નેતૃત્વને લઈને સ્પષ્ટ થવું જોઈએ. મેં પાછલા વર્ષે સોનિયાજીના અંતરિમ અધ્યક્ષ બનવાનું સ્વાગત કર્યું હતું પરંતુ હું તે પણ માનું છું કે અનિશ્ચિતકાળ સુધી તેમની પાસે આ પદ સંભાળવાની અપેક્ષા રાખવી યોગ્ય નથી.
જલદી થાય નવા અધ્યક્ષની ચૂંટણી
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું, અમારે જનતાની વચ્ચે બની રહેલી છબીને સુધારવી પડશે કે કોંગ્રેસ ભટકી ગઈ છે અને રાષ્ટ્રીય સ્તર પર વિપક્ષની ભૂમિકા અદા કરવામાં સક્ષમ નથી. થરૂરે કહ્યું કે, પાર્ટીએ જલદીમાં જલદી લોકતાંત્રિક રીતે ફુલ ટાઇમ અદ્યક્ષ ચૂંટવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. તેમના પ્રમાણે વિજેતા ઉમેદવારને એટલી તાકાત મળે કે તે પાર્ટીને સંગઠનના સ્તરે ફરી ઉભુ કરી શકે.
રાઇફલથી મિસાઇલ સુધી 'આત્મનિર્ભર', હવે ભારત ઘરમાં બનાવશે આ 101 ઘાતક હથિયાર
રાહુલ ગાંધી ફરી અધ્યક્ષ બન્યા તો?
કોંગ્રેસની અંદર ફરીથી રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની માગ જોર પકડી રહી છે. તેના પર તિરુવનંતપુરમથી સાંસદ થરૂરે કહ્યું કે, જો તેમ થાય તો સારૂ થશે. તેમણે કહ્યું, 'જો રાહુલ ગાંધી ફરીથી કમાન સંભાળવા તૈયાર છે તો તેમણે માત્ર રાજીનામુ પરત લેવાનું છે. તેમને ડિસેમ્બર 2022 સુધી ચૂંટવામાં આવ્યા હતા. પરંતુ જો તે ઈચ્છતા નથી તો અમારે પગલું ભરવું પડશે. મારો વ્યક્તિગત મત છે કે સીડબ્લ્યૂસી (કોંગ્રેસ કાર્ય સમિતિ) અને અધ્યક્ષ પદની ચૂંટણીથી પાર્ટીને ઘણા ફાયદા થશે.'
રાહુલની પ્રશંસા પણ સીધુ કંઈ ન કહ્યું
થરૂરે કહ્યું કે, તેઓ કોઈ વ્યક્તિ વિશે નહીં, પરંતુ એક સિસ્ટમ વિશે વાત કરી રહ્યાં છે, જેથી કોંગ્રેસ નેતૃત્વનું સંકટ સમાપ્ત કરી શકે છે. તેમણે કહ્યુ, લૉકડાઉનમાં પોતાની ગતિવિધિઓથી, ભલે તે કોવિડ 19 વાયરસ હોય કે ચીની ઘુષણખોરી પર, રાહુલ ગાંધીએ શંકા વગર એકલાએ વર્તમાન સરકારને સવાલો કર્યાં છે. થરૂર પ્રમાણે, રાહુલે ગજબની દૂરદર્શિતા દેખાડી છે. તેમણે કહ્યું કે, આશા કરુ છું કે તે આગળ પણ આમ કરતા રહેશે.
હાલમાં રામ મંદિર મામલા પર પોતાનું વલણ બદલીને આલોચનાના ઘેરામાં આવેલી કોંગ્રેસનો થરૂરે બચાવ કર્યો. તેમણે કહ્યું કે, તેઓ નથી માનતા કે પાર્ટીએ સેક્યુલરિઝ્મ પર સમજુતી કરી લીધી છે. થરૂરે કહ્યું કે, કોંગ્રેસ બધાની પાર્ટી છે. અલ્પસંખ્યકો, નબળા વર્ગ માટે કોંગ્રેસ સૌથી સુરક્ષિત જગ્યા છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે