જયપુર: રાજસ્થાન (Rajasthan) ના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ગેહલોત સરકારના વિધાનસભા સત્ર બોલાવવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો ઓછે. ગેહલોત સરકારે રાજ્યપાલને 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર બોલાવવાની માંગણી કરી હતી. આ અગાઉ સત્ર બોલાવવાને લઈને ગેહલોત કેબિનેટની બેઠક થઈ હતી, જેમાં 14 ઓગસ્ટથી વિધાનસભા સત્ર બોલાવવા માટે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. પ્રસ્તાવને રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યો હતો અને તેમણે આખરે તે સ્વીકારી લીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજભવન તરફથી અપાયેલા નિવેદન મુજબ રાજ્યપાલ કલરાજ મિશ્રાએ રાજસ્થાન વિધાનસભાના સત્રને 14 ઓગસ્ટથી શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રાજ્યપાલે રાજસ્થાન વિધાનસભાના સત્ર દરમિયાન કોવિડ-19થી બચાવ માટે જરૂરી વ્યવસ્થા કરવાના મૌખિક નિર્દેશ પણ આપ્યાં છે.


અત્રે જણાવવાનું કે વિધાનસભા સત્ર બોલાવવાને લઈને છેલ્લા કેટલાક દિવસથી રાજ્યપાલ અને સીએમ ગેહલોત વચ્ચે ખેંચતાણ ચાલુ હતી. સીએમ ગેહલોત જ્યાં સત્ર બોલાવવા પર મક્કમ હતાં ત્યાં રાજ્યપાલ સરકારના પ્રસ્તાવને અસ્વીકાર કરતા હતાં. ગેહલોત જૂથના વિધાયકોએ તો રાજભવન આગળ ધરણા પણ ધર્યા હતાં. ત્યારબાદ રાજ્યપાલે સીએમ ગેહલોતને નામે એક પત્ર લખ્યો હતો.


જુઓ LIVE TV 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube