સચિન પાયલોટ અંગે ભાવુક થયા દિગ્વિજય, તે મારા પુત્ર જેવો પરંતુ મારો ફોન ન ઉપાડ્યો

રાજસ્થાન (Rajasthan) માં ચાલી રહેલા રાજનીતિક ઉઠા પટક માટે ભાજપ (BJP) ને દોષી ઠેરવતા કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે (Digvijay Singh) રવિવારે સચિન પાયલટ (Sachin Pilot)ને કહ્યું કે, તેઓ દેશની સૌથી જુની રાજનીતિક પાર્ટીને ન છોડે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયે જણાવ્યું કે, પાયલોટ માટે કોંગ્રેસમાં ઉજ્જવલ ભવિષ્ય છે, એટલા માટે તેમણે પાર્ટી છોડી ભાજપમાં ગયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધાયાનું અનુકરણ ન કરવું જોઇએ.
ભોપાલ : રાજસ્થાન (Rajasthan) માં ચાલી રહેલા રાજનીતિક ઉઠા પટક માટે ભાજપ (BJP) ને દોષી ઠેરવતા કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે (Digvijay Singh) રવિવારે સચિન પાયલટ (Sachin Pilot)ને કહ્યું કે, તેઓ દેશની સૌથી જુની રાજનીતિક પાર્ટીને ન છોડે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયે જણાવ્યું કે, પાયલોટ માટે કોંગ્રેસમાં ઉજ્જવલ ભવિષ્ય છે, એટલા માટે તેમણે પાર્ટી છોડી ભાજપમાં ગયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધાયાનું અનુકરણ ન કરવું જોઇએ.
દેશમાં પહેલીવાર કોરોનાથી મૃત્યુદર 2.5% કરતા પણ ઓછો, 5 રાજ્યોમાં એક પણ મોત નહી
તેમની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે પાયલોટને ઉપમુખ્યમંત્રી પદની સાથે સાથે રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ પદથી હટાવાયા બાદ તેમની સાથે 18 અન્ય ધારાભ્યોને બગાવત કરી દીધી છે. તેના કારણે રાજ્યની અશોક ગહલોત સરકાર પર ખતરો મંડરાવા લાગ્યો છે અને કોંગ્રેસ આરોપ લગાવ રહી છે કે, ભાજપ ખરીદ-વેચાણ દ્વારા પ્રદેશ સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ટ્વીટર પર પીએમ મોદીને વધુ એક સફળતા, ફોલોઅર્સની સંખ્યા થઈ 60 મિલિયન
દિગ્વિજયે કહ્યું કે, રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ પાછળ ભાજપનો હાથ છે. તેમણે કહ્યું કે, મે પાયલોટને ફોન લગાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓએ મારા કોલ તથા મારા મેસેજનો ઉત્તર આપ્યો નહોતો. તેમણે કહ્યું કે, તમારા પાયલોટ પક્ષમાં છે. અશોક ગહલોતે ભલે તમને ઠેસ પહોંચાડી હોય, પરંતુ એવા તમામ મુદ્દાઓને સૌહાર્દપુર્ણ રીતે ઉકેલવામાં આવે છે. સિંધિયાએ જે ભુલ કરી, તે તમે ન કરો. ભાજપ અવિશ્વસનીય છે. કોઇ અન્ય પાર્ટીથી ભાજપમાં જોડાનારા કોઇ પણ વ્યક્તિને ત્યાં સફળતા મળતી નથી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube