Rajya Sabha Election Result 2022: દેશના 4 રાજ્યોની 16 રાજ્યસભા સીટો પર ગત શુક્રવારે મતદાન થયું હતું. આ સીટો પર મતની ગણતરી બાદ રાજસ્થાનમાં કોંગ્રેસને ત્રણ અને ભાજપને એક સીટ પર જીત મળી છે. તો બીજી તરફ કર્ણાટકમાં ભાજપે ત્રણ સીટ પર જીત નોંધાવી છે, તો બીજી તરફ કોંગ્રેસના ખાતામાં ફક્ત એક સીટ આવી છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતની ગણતરીને લઇને પેંચ ફસાયો હતો. જોકે ચૂંટણી પંચના આદેશ બાદ મોડી રાત્રે મત ગણતરી શરૂ થઇ ગઇ છે. આવો જણાવીએ કે રાજ્યસભાની ચૂંટણીમાં કોણ જીત્યું કોણ હાર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાન                    
ઉમેદવાર                   જીત/ હાર        પાર્ટી
મુકુલ વાસનિક            જીત          કોંગ્રેસ
રણદીપ સુરજેવાલ        જીત          કોંગ્રેસ    
પ્રમોદ તિવારી            જીત          કોંગ્રેસ
ધનશ્યામ તિવારી        જીત          કોંગ્રેસ
સુભાષ ચંદ્રા                હાર         અપક્ષ


કર્ણાટક
ઉમેદવાર                     જીત/ હાર        પાર્ટી
નિર્મલા સિતારમણ        જીત             બીજેપી
જગ્ગેશ                       જીત             બીજેપી
લાહર સિંહ                 જીત             બીજેપી
જયરામ રમેશ            જીત             કોંગ્રેસ
મંસૂર અલી ખાન        હાર             કોંગ્રેસ
ડી કુપેંદ્ર રેડ્ડી             હાર             જેડી(એસ)


મહારાષ્ટ્ર
ઉમેદવાર                       જીત/ હાર        પાર્ટી
પીયુષ ગોયલ               જીત               બીજેપી
અનિલ બોંડે               જીત                બીજેપી
ધનંજય મહાદિક         જીત              બીજેપી
પ્રફૂલ્લ પટેલ               જીત            એનસીપી
સંજય રાઉત              જીત            શિવસેના
સંજય પવાર              હાર             શિવસેના
ઇમરાન પ્રતાપગઢી      જીત        કોંગ્રેસ


હરિયાણા
ઉમેદવાર                 જીત/ હાર        પાર્ટી
કાર્તિકેય શર્મા            જીત          અપક્ષ
કૃષ્ણ લાલ પવાર        જીત          બીજેપી
અજય માકન            હાર          કોંગ્રેસ


57 રાજ્યસભા સીટો થઇ ખાલી
તમને જણાવી દઇએ કે 15 રાજ્યોની 57 રાજ્યસભા સીટો ખાલી થઇ છે. તેમાં 41 પર ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાયા છે. ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, બિહાર, આંધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, પંજાબ, તેલંગાણા, ઝારખંડ અને ઉત્તરાખંડમાં તમામ 41 ઉમેદવારોને ગત શુક્રવારે નિર્વિરોધ ચૂંટવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube