નવી દિલ્હી: રાજ્યસભા (Rajya Sabha) માં આજે વિપક્ષી દળોએ 8 સાંસદોના સસ્પેન્શન મુદ્દે હોબાળો મચાવી રાખ્યો છે. વિપક્ષે સભાપતિના નિર્ણયનો વિરોધ કર્યો છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે જ્યાં સુધી ઉપલા ગૃહના સદનના આઠ સભ્યોનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય ત્યાં સુધી વિપક્ષ કાર્યવાહીનો બહિષ્કાર કરશે. અનેક વિપક્ષી દળોના સભ્યો કોંગ્રેસની આ માંગણી પર તેની સાથે છે. આ બાજુ રાજ્યસભા સાંસદો એ પણ પોતાના ધરણા ખતમ કર્યા છે. તેમનું કહેવું છે કે વિપક્ષે રાજ્યસભામાં કાર્યવાહીનો બહિષ્કાર કર્યો છે આથી આ ધરણાનો કોઈ અર્થ રહેતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસદ બહાર ધરણા પર બેઠેલા સાંસદોને ચા પીવડાવીને સભાપતિ પોતે કરશે ઉપવાસ, જાણો કારણ


રાજ્યસભાના સભાપતિની મોટી કાર્યવાહી, હંગામો મચાવનારા 8 સાંસદ સસ્પેન્ડ


કૃષિ બિલ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ, નારાજ વિપક્ષ ડેપ્યુટી ચેરમેન વિરુદ્ધ લાવ્યું અવિશ્વાસ પ્રસ્તાવ


કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સૈયદ નાસિર હુસૈને કહ્યું કે તમામ વિપક્ષી દળોએ બાકીના સત્રનો  બહિષ્કાર કર્યો. તેમણે કહ્યું કે તમામ સાંસદો ધરણા સમાપ્ત કરી રહ્યા છે અને સંસદના બાકી સત્રનો બહિષ્કાર કરવામાં આવશે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના રાજ્યસભા સાંસદોએ રાજ્યસભામાથી વોકઆઉટ કર્યું. કોંગ્રેસ ઉપરાંત સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ડાબેરી પક્ષો, ટીઆરએસ અને બીએસપીએ પણ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો. 


કૃષિ બિલ પાસ થવા પર બોલ્યા પીએમ મોદી- આ ઐતિહાસિક દિવસ, MSP યથાવત રહેશે


સસ્પેન્શનના વિરોધમાં સાંસદો સોમવારે સંસદ પરિસરમાં ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયા હતાં. આખી રાત તેમણે સંસદ પરિસરમાં પસાર કરી હતી. સવારે જેવી રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ કે કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube