રાજ્યસભાના સભાપતિની મોટી કાર્યવાહી, હંગામો મચાવનારા 8 સાંસદ સસ્પેન્ડ

રાજ્યસભામાં હંગામો મચાવનારા આઠ સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયન, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ સામેલ છે. 

રાજ્યસભાના સભાપતિની મોટી કાર્યવાહી, હંગામો મચાવનારા 8 સાંસદ સસ્પેન્ડ

નવી દિલ્હી: રાજ્યસભા (Rajya Sabha) માં હંગામો મચાવનારા આઠ સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયન, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ (Sanjay Singh)  પણ સામેલ છે. આ ઉપરાંત રાજૂ સાતવ, કે કે રાગેશ, રિપુન બોરા, ડોલા સેન, સૈયદ નઝીર હુસૈન, અને એલમરામ કરીમને પણ સમગ્ર એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુએ જેવી આ આઠ સાંસદોને સસ્પેન્ડ  કરવાની જાહેરાત કરી કે વિપક્ષી દળોના સભ્યોએ ઉપલા ગૃહમાં ફરીથી હંગામો શરૂ કરી દીધો. ત્યારબાદ બેઠક થોડીવાર માટે સ્થગિત કરાઈ. 

— ANI (@ANI) September 21, 2020

વેકૈયા નાયડુએ સાંસદોના વર્તન પર નારાજગી વ્યક્ત કરી
રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ સાંસદોના આવા વર્તન બદલ નારાજગી વ્યક્ત કરી. નાયડુએ ઉપસભાપતિ હરિવંશ વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો. નાયડુએ કહ્યું કે આ પ્રસ્તાવ યોગ્ય સ્વરૂપમાં નહતો. સભાપતિએ કાર્યવાહી શરૂ થતા જ કહ્યું કે "ગઈ કાલનો દિવસ રાજ્યસભા માટે ખુબ ખરાબ હતો. જ્યારે કેટલાક સભ્યો ગૃહના વેલ સુધી આવી ગયા હતાં. ઉપ સભાપતિ સાથે ધક્કામુક્કી થઈ. તેમને પોતાનું કામ કરતા રોકવામાં આવ્યા. આ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય છે. હું સાંસદોને સૂચન આપું છું કે કૃપા કરીને થોડું આત્મનીરિક્ષણ કરો."

I urge the members named by the Rajya Sabha Chairman to not take part in the House proceedings: Deputy Chairman Harivansh pic.twitter.com/7Lb4sUw6mJ

— ANI (@ANI) September 21, 2020

રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ ગઈ કાલે સાંજે વિપક્ષ પર આક્રમક પ્રહારો કરતા કહ્યું હતું કે રાજ્યસભાના ઉપસભાપતિ પ્રત્યે સભ્યોનો વ્યવહાર માત્ર 'ખરાબ' જ હતો એટલું નથી પરંતુ 'શરમજનક' પણ હતો. રાજનાથ સિંહે કોઈના નામ લીધા વગર કહ્યું હતું કે "જ્યાં સુધી હું જાણું છું, રાજ્યસભા અને લોકસભાના ઈતિહાસમાં આવું અગાઉ ક્યારેય થયું નથી. રાજ્યસભામાં ઘટેલી આ ઘટના ખરેખર ખુબ મોટી ઘટના છે. અફવાઓના આધારે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની કોશિશ થઈ રહી છે. જે થયું તે સદનની ગરિમા વિરુદ્ધ હતું."

નોંધનીય છે કે રાજ્યસભામાં રવિવારે કૃષિ બિલો પર ચર્ચા દરમિયાન ખુબ હોબાળો જોવા મળ્યો હતો. ટીએમસીના સાંસદ ડેરેક ઓ  બ્રાયન સભાપતિના આસનની નજીક ગયા અને કાળો કાયદો ગણાવીને રૂલ બુક ફાડી નાખી હતી. તેઓ એવું કહેતા પણ સાંભળવા મળ્યા હતાં કે તમે આમ કરી શકો નહીં. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ પણ વેલમાં જોવા મળ્યા હતાં. નારેબાજી થઈ હતી. ઉપસભાપતિ હરિવંશ આ સાંસદોને કોરોના વાયરસની યાદ અપાવતા રહ્યા પરંતુ કોઈએ ન સાંભળ્યું. હોબાળો એટલો વધી ગયો કે માર્શલે હસ્તક્ષેપ કરવો પડ્યો અને ત્યારબાદ સદનની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news