ગાઝિયાબાદ: પાંચ લોકોની હત્યા અને આત્મહત્યાના બનાવે માત્ર ગાઝિયાબાદ (Ghaziabad) ને જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ કેસમાં પોલીસે આરોપી સાઢુ ભાઈ રાકેશ વર્મા (Rakesh Verma) ની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યાં મુજબ રાકેશ વર્માએ ગુલશનને મોટા વેપારના સપના દેખાડીને તેની પાસેથી લગભગ 1.5 કરોડ રૂપિયા લઈ ગયો હતો અને આ પૈસા પ્રોપર્ટીમાં લગાવી દીધા. વર્ષ 2018માં રાકેશ વર્મા અને તેની માતાએ ગુલશનના નામે લેવાયેલી પ્રોપર્ટીને દગાખોરીથી પોતાના નામે કરાવી લીધી. ત્યારબાદ ગુલશને પોતાના પૈસા માંગવાના શરૂ કર્યાં. સતત રૂપિયાની માંગણી પર રાકેશ વર્માએ ગુલશનને કેટલાક ચેક આપ્યા જે બાઉન્સ થઈ ગયાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

J&K: કૂપવાડા અને બાંદીપોરામાં બરફના તોફાનનો કેર, 4 જવાન શહીદ 


ગાઝિયાબાદ એસએસપી સુધીરકુમાર શર્માએ જણાવ્યું કે આટલા મોટા નુકસાન બાદ ગુલશન સચદેવના પરિવારે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો જેના કારણે આખો પરિવાર ડિપ્રેશનમાં આવી ગયો હતો. ગુલશને અનેક લોકો પાસે પૈસા લઈને રાકેશ વર્માને વેપારમાં લગાવવા માટે આપ્યા હતાં. આવામાં હવે પૈસા ઉધાર આપનારા લોકો પણ ગુલશન પાસે પૈસાની ઉઘરાણી કરવા લાગ્યા હતાં અને વારંવાર પૈસા માંગીને તેના પર દબાણ કરતા હતાં. 


SC-ST ઉમેદવારોને વધુ 10 વર્ષ અનામતનો લાભ મળશે, કેબિનેટે આપી લીલી ઝંડી


પોલીસે જણાવ્યું કે લેણદારોના દબાણ અને રાકેશ વર્મા પૈસા ન  આપતો હોવાના કારણે માનસિક રીતે ગુલશન હતાશ અને પરેશાન થઈ ગયો હતો. મંગળવાર સવારે તેણે પોતાના 15 વર્ષના પુત્રનું ગળું ચીરી નાખ્યું અને ત્યારબાદ પુત્રીનું દોરડાથી ગળું ઘોંટીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ ગુલશનની પત્ની અને મહિલા બિઝનેસ પાર્ટનરે બાલકનીમાં ખુરશી મૂકીને 8મા માળેથી એક સાથે છલાંગ લગાવી હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube