SC-ST ઉમેદવારોને વધુ 10 વર્ષ અનામતનો લાભ મળશે, કેબિનેટે આપી લીલી ઝંડી
કેન્દ્રની મોદી સરકાર (Modi Government) ની કેબિનેટ બેઠકમાં 6 મહત્વના બિલોને લીલી ઝંડી મળી ગઈ. જેમાં સૌથી મહત્વના બિલમાં નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill (CAB), એસસી-એસટી (SC-ST) ને અનામત અને સીનિયર સિટિઝન એમેન્ડમેન્ટ બિલ (Citizenship Amendment Bill)ને મંજૂરી અપાઈ.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર (Modi Government) ની કેબિનેટ બેઠકમાં 6 મહત્વના બિલોને લીલી ઝંડી મળી ગઈ. જેમાં સૌથી મહત્વના બિલમાં નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill (CAB), એસસી-એસટી (SC-ST) ને અનામત અને સીનિયર સિટિઝન એમેન્ડમેન્ટ બિલ (Citizenship Amendment Bill)ને મંજૂરી અપાઈ. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ( Prakash Javadekar) પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાણકારી આપી. તેમણે કહ્યું કે નાગરિકતા સંશોધન બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે અને તેને જલદી સંસદમાં રજુ કરવામાં આવશે.
Union Cabinet approves the withdrawal of #JammuAndKashmir Reservation (Second Amendment) Bill, 2019. Cabinet also approves Personal Data Protection Bill, 2019; Bill to be introduced in the current session of Parliament.
— ANI (@ANI) December 4, 2019
તેમણે કહ્યું કે એસસી-એસીને જે અનામત (Reservation) મળે છે તેમાં દર 10 વર્ષ બાદ વધારો કરવો પડે છે. આ વખતે પણ સરકારે એસસી-એસટી (SC-ST) અનામતના સમયગાળાને 10 વર્ષ માટે વધારવાનો નિર્ણય લીધો છે. અત્રે જણાવવાનું કે આ અનામત 2020માં પૂરી થઈ રહી હતી જેને હવે 2030 સુધી વધારવામાં આવી છે.
જાવડેકરે જણાવ્યું કે કેબિનેટે સિટિઝન એમેન્ડમેન્ટ બિલને પણ મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે સીનિયર સિટિઝનને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કેબિનેટે સીનિયર સિટિઝન એમેન્ડમેન્ટ બિલને લીલી ઝંડી આપી દીધી છે.
Government of India: Conversion of three Sanskrit deemed to be Universities into Central Universities; Union Cabinet approves the Central Sanskrit Universities Bill to be introduced in Parliament. https://t.co/mdlcVWOiWy
— ANI (@ANI) December 4, 2019
આ ઉપરાંત ત્રણ સંસ્કૃતની ડીમ્ડ યુનિવર્સિટીને એક સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની મંજૂરી આપી દેવાઈ છે. જેને જલદી સંસદમાં રજુ કરવામાં આવશે. આ સિવાય જમ્મુ અને કાશ્મીર અનામત (બીજુ સંશોધન) બિલ, 2019ને પાછું લાવવાની મંજૂરી પણ કેબિનેટે આપી દીધી છે.
જુઓ LIVE TV
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બેઠકમાં વ્યક્તિગત ડેટા સંરક્ષણ બિલ 2019 (Personal Data Protection Bill, 2019) ને પણ મંજૂરી અપાઈ છે. સંસદના વર્તમાન સત્રમાં આ બિલને રજુ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે