J&K: કૂપવાડા અને બાંદીપોરામાં બરફના તોફાનનો કેર, 4 જવાન શહીદ
ઉત્તર કાશ્મીર (Kashmir) ના અનેક વિસ્તારમાં મંગળવારે આવેલા બરફના તોફાન (Avalanche) માં 4 જવાનો શહીદ થયા છે. મંગળવારે કૂપવાડા જિલ્લાના તંગધર સેક્ટરમાં સેના (Indian Army) ની એક પોસ્ટ બરફના તોફાનમાં સપડાઈ હતી. ત્યારબાદ અનેક જવાનો લાપત્તા હોવાનું કહેવાયું હતું. સેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ આ ઘટનામાં ભારતીય સેનાના 3 જવાનોના મોત થયા છે. જ્યારે બાંદીપોરાના ગુરેજ સેક્ટરમાં આર્મી પેટ્રોલિંગ ટુકડી બરફના તોફાનની ચપેટમાં આવતા એક જવાન શહીદ થયો હોવાના અહેવાલ છે.
Trending Photos
શ્રીનગર: ઉત્તર કાશ્મીર (Kashmir) ના અનેક વિસ્તારમાં મંગળવારે આવેલા બરફના તોફાન (Avalanche) માં 4 જવાનો શહીદ થયા છે. મંગળવારે કૂપવાડા જિલ્લાના તંગધર સેક્ટરમાં સેના (Indian Army) ની એક પોસ્ટ બરફના તોફાનમાં સપડાઈ હતી. ત્યારબાદ અનેક જવાનો લાપત્તા હોવાનું કહેવાયું હતું. સેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ આ ઘટનામાં ભારતીય સેનાના 3 જવાનોના મોત થયા છે. જ્યારે બાંદીપોરાના ગુરેજ સેક્ટરમાં આર્મી પેટ્રોલિંગ ટુકડી બરફના તોફાનની ચપેટમાં આવતા એક જવાન શહીદ થયો હોવાના અહેવાલ છે.
અત્રે જણાવવાનું કે 8 જવાનો હિમસ્ખલનના કારણે બરફમાં દટાઈ ગયા હતાં. તત્કાળ રેસ્ક્યુ ઓપરેશનના કારણે એક જવાનને બચાવી શકાયો છે. જ્યારે 4 જવાનોના મોત થયા છે. બાકીના 3ની શોધ હજુ પણ ચાલુ છે. આ હિમસ્ખલન કૂપવાડાના તંગધાર સેક્ટરના ઈગલ પોસ્ટ નજીક થયું છે. ચપેટમાં આવેલા સેનાના ચાર જવાન પોસ્ટની બહાર નિયંત્રણ રેખાને ગાર્ડ કરી રહ્યાં હતાં.
Another Army person lost his life after an Army patrol was hit by a blizzard in Gurez Sector of Jammu and Kashmir, yesterday. https://t.co/Jcitdlfg5u
— ANI (@ANI) December 4, 2019
મંગળવારે આ ઘટના બાદ તરત જ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું. આખી રાત ઓપરેશન ચાલ્યું હતું પરંતુ લગભગ 10 ફૂટ બરફના થર જામી જતા ફસાયેલા જવાનોને કાઢવામાં ખુબ મુશ્કેલીઓ પડી. કહેવાય છે કે વિસ્તારનું તાપમાન માઈનસ 15 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આમ છતાં એક જવાનને જીવિત બચાવી લેવાયો. રેસ્ક્યુમાં અત્યાર સુધી 3 જવાનના મૃતદેહ મળ્યા છે.
આ બાજુ બીજુ હિમસ્ખલન બાંદીપોરાના નિયંત્રણ રેખાની પાસેના ગુરેજ સેક્ટરમાં દાવર વિસ્તારમાં થયું. જ્યાં પેટ્રોલિંગ ટુકડી બરફના તોફાનમાં સપડાઈ. કહેવાય છે કે કેટલા જવાનો દટાયા છે તેની માહિતી નથી. તેમને કાઢવા માટે કલાકો સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું પરંતુ હજુ સુધી સેનાને એક જ મૃતદેહ મળ્યો છે. અભિયાન હજુ ચાલુ છે. સેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ હજુ પણ 3 જવાનો લાપત્તા છે.
18 નવેમ્બર 4 જવાન શહીદ થયા હતાં
હાલમાં જ સિયાચીન ગ્લેશિયરમાં થયેલી અલગ અલગ હિમસ્ખલનની ઘટનાઓમાં અનેક જવાનોએ પોતાના જીવ ગુમાવ્યાં હતાં. સિયાચીનને દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ત્રણ દિવસ પહેલા જ સિયાચીનના દક્ષિણ વિસ્તારમાં થયેલા હિમસ્ખલનમાં બે જવાનો શહીદ થયા હતાં. આ અગાઉ 18 નવેમ્બરના રોજ સિયાચીન ગ્લેશિયરમાં થયેલા ભીષણ હિમસ્ખલનમાં ભારતીય સેનાના 4 જવાનો શહીદ થયા હતાં અને 2 પોર્ટરોના મોત થયા હતાં.
આ VIDEO પણ ખાસ જુઓ...
1984થી અત્યાર સુધીમાં 1000થી વધુ જવાનો શહીદ
સિયાચીનમાં આ અગાઉ પણ અનેકવાર આવા અકસ્માતો થયા છે જેમાં ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. આંકડા મુજબ વર્ષ 1984થી લઈને અત્યાર સુધીમાં હિમસ્ખલનની ઘટનાઓમાં સેનાના 356 ઓફિસરો સહિત 1000થી વધુ જવાનો સિયાચીનમાં શહીદ થયા છે. 2016માં આવી જ એક ઘટનામાં મદ્રાસ રેજિમેન્ટના જવાન હનુમનથપ્પા સહિત કુલ 10 જવાનો બરફમાં દટાઈને શહીદ થયા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે