લખનઉ: ઉત્તર પ્રદેશના બાંદામાં ક્રૂરતાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક કિશોર છોકરી સાથે યુવકે દુષ્કર્મ આચર્યું. તેણે ક્રૂરતા કરતી વખતે કિશોરી સાથે ફોટા પણ પાડ્યા. આ ફોટા તેણે સ્ટેટ્સમાં પણ લગાવ્યા. પીડિતાની ફરિયાદ પર પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ઘટના અતર્રા પોલીસ મથક હેઠળ આવનાર એક ગામની છે. અહીં રહેવાસી એક કિશોર છોકરી પશુવાડામાં કામ કરીને ઘર પરત ફરી રહી હતી. આ દરમિયાન ગામના જ એક છોકરાએ તેને પકડી લીધી અને નજીકના ખેતરમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો. તેને છોકરીની ઇજ્જત લૂંટતી વખતે મોબાઇલમાં ફોટા પણ પાડ્યા. જેનું સ્ટેટસ પણ લગાવ્યું દીધું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંદા જિલ્લાના અતર્રા પોલીસ ક્ષેત્રમાં 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ અને તેના ફોટા સ્ટેટ્સમાં લગાવવાના મામલે પોલીસે આરોપી કિશોરના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. તેની ધરપકડ કરી બાળ સુધાર ગૃહ મોકલવામાં આવ્યો છે. પોલીસના અનુસાર બંને એક જ જાતિના છે. 


કિશોરીનું જિલ્લા મહિલા હોસ્પિટલમાં ડોક્ટરી પરીક્ષણ કરાવવામાં આવ્યું છે. ઘટના પોલીસ ક્ષેત્રના એક ગામની છે. પીડિત કિશોરી 10મા ધોરણની વિદ્યાર્થી છે. વિદ્યાર્થીનીએ પોલીસને આપેલી જુબાનીમાં કહ્યું કે તે 10 દિવસ પહેલાં એટલે કે એક નવેમ્બરની રાત્રે પશુ વાડાથી ઘરે જઇ રહી હતી. 


ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube