નવી દિલ્લી: અદાણી સમૂહની મુશ્કેલી દૂર થવાનું નામ લઈ રહી નથી. હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા પછી ભૂકંપનો સામનો કરી રહેલ સમૂહના શેર પત્તાના મહેલની જેમ નીચે પડી રહ્યા છે. બીજીબાજુ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી કે એફપીઓ સંપૂર્ણ રીતે સબસ્ક્રાઈબ થયા પછી પાછો લઈ લીધો. તેમ છતાં કંપનીના શેરમાં ઘટાડો ચાલુ જ છે. તેની વચ્ચે અજાણી સમૂહને લોન આપનારી બેંકોનું ટેન્શન વધી ગયું છે. અદાણી સમૂહ પર વિવિધ દેશી અને વિદેશી બેંકો અને નાણાંકીય સંસ્થાઓને 80,000 કરોડની લોન છે. જે સમૂહના કુલ દેવાની 38 ટકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBIએ તમામ બેંકોનો રિપોર્ટ માગ્યો:
સમાચાર એજન્સી રોયટર્સના રિપોર્ટ પ્રમાણે અદાણી સમૂહમાં ઘટાડાને જોતાં આરબીઆઈએ સ્થાનિક બેંકો પાસે અદાણી સમૂહની કંપનીઓ, સરકાર અને બેંકિગ સ્ત્રોતમાં તેમના જોખમનો રિપોર્ટ માગ્યો છે. રિઝર્વ બેંકે બધી બેંકોને પૂછ્યું કે તેમણે અદાણી સમૂહને કયા ક્ષેત્રમાં અને કેટલી લોન આપી છે. જ્યારે હાલમાં કેટલી લોનની ચૂકવણી થઈ ગઈ છે. 


આ પણ વાંચોઃ અમેરિકાથી આજે આવી એક ખબર...અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 35 ટકા જેટલો કડાકો


ભારતીય સ્ટેટ બેંકે શું કહ્યું:
અદાણી સમૂહને લઈને હિંડનબર્ગના રિપોર્ટ પછી દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ જવાબ આપ્યો હતો. ભારતીય સ્ટેટ બેંકે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે અદાણી સમૂહને આપવામાં આવેલી લોન ભારતીય રિઝર્વ બેંકના એક્સપોઝર ફ્રેમ વર્કથી ઘણી ઓછી છે. જોકે એસબીઆઈએ સૂહ માટે પોતાના જોખમની રકમ પર કોઈ  ટિપ્પણી કરી નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેંકોએ અદાણી સમૂહને જે પ્રોજેક્ટ માટે લોન આપી છે ત્યાંથી કેશ ફ્લો સારો એવો રહેલો છે.


જાણો એલઆઈસીના કેટલા પૈસા લાગેલા છે:
ભારતીય જીવન વીમા નિગમે ગયા સોમવારે કહ્યું કે અદાણી સમૂહના બોન્ડ અને ઈક્વિટીમાં તેના 36,474.78 કરોડ રૂપિયા લાગેલા છે અને આ રકમ વીમા કંપનીના કુલ રોકાણના એક ટકાથી પણ ઓછી છે. એલઆઈસીના મેનેજમેન્ટ અધીન કુલ સંપત્તિ સપ્ટેમ્બર 2022 સુધી 41.66 લાખ કરોડ રૂપિયાથી વધારે હતી.


આ પણ વાંચોઃ ત્રણ વર્ષ માટે વધારવામાં આવી સરકારની યોજના, ફ્રી વિજળી અને સબસિડીનો મળે છે લાભ


કંપનીને 100 બિલિયન ડોલરની ખોટ:
અદાણીની કંપનીમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત નુકસાન કરી રહી છે. આ ભયંકર નુકસાનના કારણે કંપનીની માર્કેટ કેપ 100 બિલિયનથી વધારે તૂટી ગઈ છે. તેની સાથે જ ગૌતમ અદાણી પણ પૈસાદારની યાદીમાં 21મા નંબરે પહોંચી ગયા છે. છેલ્લા એક અઠવાડિયામાં જે ઝડપથી અદાણીની સંપત્તિમાં ઘટાડો થયો છે, તેનાથી તે દુનિયાના ત્રીજા પૈસાદાર વ્યક્તિથી ગગડીને 21મા ક્રમે પહોંચ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube