લખનઉઃ ઉત્તર પ્રદેશ 2022 વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીના બળવાખોર ધારાસભ્ય અદિતિ સિંહે તમામ આશંકાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધું છે. સાયબરેલીની સદર સીટથી ધારાસભ્ય અદિતિ સિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે લખનઉ સ્થિત પાર્ટી કાર્યાલયમાં કોંગ્રેસ ધારાસભ્ય અદિતિ સિંહની સાથે આઝમગઢ જિલ્લાની સગડી વિધાનસભા સીટથી બસપા ધારાસભ્ય વંદના સિંહને પણ ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ અપાવ્યું છે. આ તકે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત બાજપેયી સહિત તમામ ભાજપના નેતા હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી ટિકિટ પર સ્પષ્ટ બોલ્યા નહીં સ્વતંત્ર દેવ સિંહ
આ બંને ધારાસભ્યોને ભાજપમાં સામેલ કર્યા બાદ સ્વતંત્ર દેવ સિંહે કહ્યુ- બે લોકપ્રિય ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. એક અખિલેશ યાદવ અને ડિમ્પલને ટક્કર આપવા માટે અને એક સોનિયા-પ્રિયંકાને ટક્કર આપવા માટે. બંને દલિત અને શોષિત લોકો વચ્ચે કામ કરે છે. 


J&K: શ્રીનગરમાં સેનાને મળી મોટી સફળતા, ત્રણ આતંકવાદીઓ ઢેર  


અદિતિ સિંહ કોણ છે?
2017 વિધાનસભા ચૂંટણીમાં અદિતિ સિંહે પિતા અખિલેશ સિંહનો રાજકીય વારસો સંભાળ્યો હતો. તેમણે કોંગ્રેસની ટિકિટ પર રાયબરેલીની સદર સીટથી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવી હતી. આ સીટથી અદિતિના પિતા અખિલેશ સિંહ પાંચ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. પરંતુ 2019માં અદિતિના પિતાનું નિધન થઈ ગયું હતું. આ દરમિયાન અનેકવાર અદિતિ યોગી સરકારની પ્રશંસા કરી ચુકી છે. તો અનેક તકે અદિતિ કોંગ્રેસ નેતાઓ અને પાર્ટી પર આકરા પ્રહારો કરી ચુકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube