J&K: શ્રીનગરમાં સેનાને મળી મોટી સફળતા, ત્રણ આતંકવાદીઓ ઢેર

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં સેનાને મોટી સફળતા મળી છે. સામાન્ય નાગરિકોની હત્યામાં સામેલ ત્રણ આતંકીઓને ઠાર કરી દીધા છે. 
 

J&K: શ્રીનગરમાં સેનાને મળી મોટી સફળતા, ત્રણ આતંકવાદીઓ ઢેર

શ્રીનગરઃ Srinagar Encounter: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ શ્રીનગરના રામબાગમાં ત્રણ આતંકીઓને ઢેર કરી દીધા છે. આ આતંકી સામાન્ય નાગરિકોની હત્યામાં સામેલ હતા. માર્યા ગયેલા આતંકીઓમાંથી બેની ઓળખ ધ રેજિસ્ટેન્સ ફ્રંટ (TRF) ના મેહરાન અને બાસિતના રૂપમાં થઈ છે. પરંતુ તેની ઓળખને લઈને હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ પહેલા સુરક્ષાદળોએ 20 નવેમ્બરે હિઝબુલ મુઝાહિદીનના કમાન્ડર મુસાદિર વાગે સહિત બે આતંકીઓને ઢેર કર્યા હતા.

આ પહેલા 17 નવેમ્બરે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સેનાએ બે અલગ-અલગ અથડામણમાં ધ રેજિસ્ટેન્સ ફ્રંટના કમાન્ડર અફાક સિકંદર સહિત પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા. 

(Visuals deferred by unspecified time) pic.twitter.com/nMQNWjbutt

— ANI (@ANI) November 24, 2021

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસને બુધવારે બપોરે રાજબાગ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. પોલીસે તરત જ સેના અને સીઆરપીએફના જવાનો સાથે આ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષાદળોનો ઘેરો વધુ મજબૂત થતો જોઈને આતંકવાદીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. ટૂંક સમયમાં એન્કાઉન્ટર વધુ તીવ્ર બન્યું હતું. એન્કાઉન્ટર સ્થળ તરફ સામાન્ય લોકોની અવરજવર અટકાવીને આતંકવાદીઓ સામેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવી દેવામાં આવી છે. સાંજે જ્યારે આતંકવાદીઓ તરફથી લાંબા સમય સુધી ગોળીબાર થયો ન હતો, ત્યારે સુરક્ષા દળોએ સ્થળની શોધખોળ કરી હતી. આ દરમિયાન ત્યાંથી ત્રણ આતંકીઓના મૃતદેહ મળી આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news