Remote Voting Project: દેશમાં ગમે ત્યાં કરી શકાશે મતદાન, ચૂંટણી પંચ આ યોજના પર કરી રહ્યું છે કામ
આવનારા સમયમાં દેશના કોઈપણ ભાગમાં રહેતા લોકો કોઈપણ વોટિંગ સેન્ટરથી મતદાન કરી શકશે. આ વિશે ચૂંટણી પંચ (Election Commission of India) રિમોટ વોટિંગ (Remote Voting Project) પર કામ કરી રહ્યું છે.
નવી દિલ્હીઃ લોકોને હવે સાંસદ-ધારાસભ્યોની ચૂંટણીમાં મતદાન કરવા માટે પોતાના ગામ, ક્ષેત્રમાં જવાની જરૂર પડશે નહીં. ચૂંટણી પંચ (Election Commission of India) એક એવી યોજના પર કામ કરી રહ્યું છે, ત્યારબાદ લોકો શહેરમાં રહેતા પોતાના પૈતૃક સ્થાનો પર મતદાન કરી શકશે.
રિમોટ વોટિંગ પર દેશમાં થશે મોક ટ્રાયલ
મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડા (Sunil Arora) એ જણાવ્યુ કે, ચૂંટણી પંચે (Election Commission India) આ પરિયોજનાને રિમોટ વોટિંગ (Remote Voting Project) નામ આપ્યું છે. આ માટે જલદી દેશભરમાં મોક ટ્રાયલની શરૂઆત કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Mumbai Kisan Rally: પવાર બોલ્યા- રાજ્યપાલ પાસે કંગનાને મળવાનો સમય, પણ કિસાનો માટે નહીં
રિમોટ વોટિંગના પ્રોજેક્ટ પર રિસર્ચ શરૂ
રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters Day) પર મીડિયાને સંબોધિત કરતા સુનીલ અરોડા (Sunil Arora) એ કહ્યુ કે, IIT મદ્રાસ અને અન્ય સંસ્થાઓ સાથે મળીને રિમોટ વોટિંગના પ્રોજેક્ટ પર પહેલા રિસર્ચ શરૂ કરવામાં આવ્યું છે. વોટરને દેશના કોઈપણ મતદાન કેન્દ્ર પર મત આપવાની યોજના પર આયોગ કામ કરી રહ્યું છે.
કોઈપણ મતદાન કેન્દ્ર પર કરી શકશો મતદાન
તેમણે કહ્યું કે, લાખો લોકો નોકરી અને કામધંધા માટે બહાર રહે છે. તેમાંથી ઘણા લોકો સાંસદ-ધારાસભ્યની ચૂંટણીમાં મત આપવા માટે પોતાના ગામ પરત ફરવા મજબૂર થાય છે. આ રિમોટ વોટિંગ પ્રોજેક્ટ સફળ થયા બાદ કોઈપણ મતદાન કેન્દ્ર પર મતદાન કરી શકાશે. આ સાથે વિદેશમાં રહેતા મતદાતાઓ માટે પોસ્ટલ બેલેટ શરૂ કરવાની સંભાવના પર કાયદા મંત્રાલય વિચાર કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ Rashtrapati Bhavan માં લાગેલા નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પોર્ટ્રેટ પર વિવાદ, જાણો શું છે સમગ્ર ઘટના
આ વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી
મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડા (Sunil Arora) એ કહ્યુ કે, અસમ, કેરલ, પુડ્ડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં આ વર્ષે એપ્રિલ-મેમાં ચૂંટણી થઈ શકે છે. તે માટે સંબંધિત વિભાગોની સાથે તૈયારીઓ ચાલી રહી છે. સ્થિતિ જોયા બાદ જલદી આ રાજ્યો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube