Mumbai Kisan Rally: પવાર બોલ્યા- રાજ્યપાલ પાસે કંગનાને મળવાનો સમય, પણ કિસાનો માટે નહીં
મુંબઈના આઝાદ મેદાનમાં સોમવારે હજારોની સંખ્યામાં કિસાનો ભેગા થયા. કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીમાં ચાલી રહેલા કિસાનોના આંદોલનનું સમર્થન કરવામાં આવ્યું. એનસીપી પ્રમુખ શરદ પવારે પણ અહીં આવેલા કિસાનોને સંબોધિત કર્યા અને કેન્દ્ર પર નિશાન સાધ્યુ હતું.
Trending Photos
મુંબઈઃ કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહેલા કિસાનોના આંદોલન (Kisan Andolan) ની અસર હવે દેશમાં ફેલાય રહી છે. દિલ્હી બાદ હવે મહારાષ્ટ્રમાં કિસાનોએ મુંબઈના આઝાદ મેદાન (Azad Maidan) માં હલ્લાબોલ કર્યુ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી એનસીપી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) સહિત અન્ય મહારાષ્ટ્રના નેતા આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. કિસાનો વચ્ચે પહોંચેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનસીપી ચીફ શરદ પવારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Governor Bhagat Singh Koshyari) પર હુમલો કર્યો છે.
કંગનાને મળવાનો સમય છે પરંતુ કિસાનોને નહીં
એનસીપી ચીફ શરદ પવાર (Sharad Pawar) એ કહ્યુ કે, આજે દેશભરમાં શાંતિપૂર્ણ રીતે કિસાનોનું આંદોલન (Farmers Protest) ચાલી રહ્યું છે. શરદ પવારે કહ્યુ કે, રાજ્યપાલની પાસે કંગના રનૌતને મળવાનો સમય છે, પરંતુ આંદોલન કરી રહેલા કિસાનોને મળવાનો સમય નથી.
You are going to Raj Bhavan to meet the Governor. Maharashtra has never seen such a Governor before. He has the time to meet Kangana (Ranaut) but not the farmers. It was the moral responsibility of the Governor to come here & meet you: NCP chief Sharad Pawar https://t.co/aqZw7F7HNz
— ANI (@ANI) January 25, 2021
કિસાન તમને ખતમ કરી દેશે, આ માત્ર શરૂઆત
શરદ પવારે કહ્યુ કે, કેન્દ્રએ કોઈ ચર્ચા વગર કૃષિ કાયદા (Farm laws) ને પાસ કરી દીધા, જે બંધારણ સાથે મજાક છે. જો માત્ર બહુમતના આધાર પર કાયદો પાસ કરશો તો કિસાન તમને સમાપ્ત કરી દેશે, આ માત્ર શરૂઆત છે. મગારાષ્ટ્રમાં ક્યારેય આવા રાજ્યપાલ નથી આવ્યા, જેની પાસે કિસાનોને મળવા સમય નથી.
આ પણ વાંચોઃ Rashtrapati Bhavan માં લાગેલા નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પોર્ટ્રેટ પર વિવાદ, જાણો શું છે સમગ્ર ઘટના
શું આ કિસાન પાકિસ્તાનમાં રહેવાના છે?
પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર નિશાન સાધતા કહ્યુ, આ ઠંડીની સીઝનમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કિસાન છેલ્લા 60 દિવસથી આંદોલન કરી રહ્યાં છે. શું પ્રધાનમંત્રીએ આ વિશે જાણકારી લીધી? શું આ કિસાન પાકિસ્તાનના રહેવાસી છે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે