Drugs Case: રિયાની માનસિક સ્થિતિ ડામાડોળ? જાણો શું લખ્યું છે જામીન અરજીમાં
આજે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) માં રિયા ચક્રવર્તી (Reha Chakraborty) અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની સાથે દીપેશ, સેમ્યુઅલ મીરાન્ડ અને અબ્દુલ બાસિતની જામીન અરજી પર સુનાવણી થશે. કોર્ટમાં રિયાના વકીલની સાથે તમામ પક્ષો પોતાની દલીલ રજુ કરશે. આજે કોર્ટમાં એનસીબી તરફથી પણ દલીલ કરાય તેવી શક્યતા છે.
મુંબઈ: આજે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) માં રિયા ચક્રવર્તી (Reha Chakraborty) અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની સાથે દીપેશ, સેમ્યુઅલ મીરાન્ડ અને અબ્દુલ બાસિતની જામીન અરજી પર સુનાવણી થશે. કોર્ટમાં રિયાના વકીલની સાથે તમામ પક્ષો પોતાની દલીલ રજુ કરશે. આજે કોર્ટમાં એનસીબી તરફથી પણ દલીલ કરાય તેવી શક્યતા છે.
NCB આગળ ભાંગી પડી સારા, સુશાંત વિશે જે વાત અત્યાર સુધી છૂપાવી રાખી હતી તે સ્વીકારી લીધી
રિયા અને શોવિકની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. બંને હાલ જેલમાં છે. રિયા અને શોવિકની જામીન અરજી એનડીપીસી કોર્ટે ફગાવેલી છે. બુધવારે ભારે વરસાદના કારણે તેમને જામીન અરજી પર સુનાવણી ટાળવામાં આવી હતી.
અરજીમાં શું લખ્યું છે
- રિયા ચક્રવર્તીએ અરજીમાં લખ્યું છે કે NCBએ રિયા વિરુદ્ધ કલમ 27એનો ઉપયોગ ખોટી રીતે કર્યો છે.
- NCB પાસે આરોપો સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી.
- રિયાને અનેક મહિનાથી ધમકીઓ મળે છે.
- આથી જ્યૂડિશિલ કસ્ટડીમાં રિયાને જીવનું જોખમ છે. તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રિયાને જામીન આપવામાં આવે.
- રિયાની અરજીમાં કહેવાયું છે કે તે ફક્ત 28 વર્ષની છે. તપાસ અને મીડિયા ટ્રાયલનો સામનો કરવાના કારણે તેની માનસિક સ્થિતિ નબળી છે. જ્યૂડિશિયલ કસ્ટડીમાં રિયાની માનસિક સ્થિતિ બગડી શકે છે.
Drugs Case: પૂછપરછમાં 'ઢાંકપિછોડો' કર્યો, પણ ચાલાક NCBની એક ચાલ અને બધાનું કામ તમામ!
- કોરોનાના વધતા પ્રભાવને જોતા જામીન આપવામાં આવે.
- રિયા તમામ શરતો માનવા તૈયાર છે.
- રિયા દરેક પ્રકારની પૂછપરછ માટે હાજર રહેશે.
Sushant Singh Rajput ની મોત હત્યા કે આત્મહત્યા? AIIMS ની ટીમે સીબીઆઇને સોપ્યો રિપોર્ટ
6 ઓક્ટોબર સુધી વધી હતી કસ્ટડી
એનસીબીએ 8 સપ્ટેમ્બરના રોજ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને 14 દિવસ માટે જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દવાઈ હતી અને મુંબઈની ભાઈખલ્લા જેલમાં છે. અહીં 22 સપ્ટેમ્બરે તેની કસ્ટડીની મુદ્દત ખતમ થઈ રહી હતી. પરંતુ કોર્ટે રિયાને રાહત ન આપતા તેની જ્યૂડિશિલ કસ્ટડી આગળ વધારીને 6 ઓક્ટોબર સુધી કરી. એનડીપીસી કોર્ટમાં રિયાની જામીન અરજી ફગાવવામાં આવતા રિયા અને શોવિક મુંબઈ હાઈકોર્ટમાં ગયા.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube