ડ્રગ પેડલર્સ સાથે વાત કરવા માટે પોતાને માતાનો ફોન ઉપયોગ કરતી હતે રિયા ચક્રવર્તી
સમાચારો અનુસાર સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે એનસીબીએ 4 સપ્ટેમ્બરના રોજ સવારે અભિનેત્રી રિયા ચક્રવર્તીના ઘરે અચાનક પડેલી રેડમાં ફોનને જપ્ત કરવામાં આવ્યો છે. એજન્સીએ રેડ દરમિયાન રિયાના ઘરેથી એક લેપટોપ પણ જપ્ત કર્યું છે.
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલા ડ્રગ્સ કાંડમાં Zee News એ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના સૂત્રો પાસેથી એક વિશેષ જાણકારી પ્રાપ્ત કરી છે. સૂત્રોના અનુસાર રિયા ચક્રવર્તી ડ્રગ પેડલર્સને કોન્ટેક્ટ કરવા માટે પોતાની માતા સંધ્યા ચક્રવતી (Sandhya Chakraborty)ના નામે રજીસ્ટ્રેર પોતાના બીજા ફોનનો ઉપયોગ કરી રહી હતી.
માતાના ફોન પરથી રિયા કરતી હતી આ કામ
સમાચારો અનુસાર સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે એનસીબીએ 4 સપ્ટેમ્બરના રોજ સવારે અભિનેત્રી રિયા ચક્રવર્તીના ઘરે અચાનક પડેલી રેડમાં ફોનને જપ્ત કરવામાં આવ્યો છે. એજન્સીએ રેડ દરમિયાન રિયાના ઘરેથી એક લેપટોપ પણ જપ્ત કર્યું છે. સૂત્રોના અનુસાર રિયાએ પોતાના બીજા ફોન ઇડીને સોપ્યો હતો. જેનો ઉપયોગ તે કથિત રીતે ડ્રગ ચેટ માટે કરી રહી હતી. સૂત્રોના અનુસાર રિયા ફોન પર ઘણા વોટ્સઅપ ગ્રુપનો ભાગ હતો.
સુશાંતની ડ્રગ્સ પાર્ટી
આ સાથે જ તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂત લોનાવાલા ફાર્મ હાઉસ હેગઆઉટની તસવીર અને વીડિયોઝ એનસીબીની રેડ દરમિયાન મળી આવી છે. સુશાંત સિંહએ ફાર્મ હાઉસ ભાડે લીધું હતું. જેના માટે સુશાંત સિંહ દર મહિને લગભગ 2.5 લાખ રૂપિયા ભાડું આપતા હતા. એનસીબી સૂત્રોના અનુસાર આ ફાર્મહાઉસ પર સુશાંત સિંહની સાથે રિયા ચક્રવર્તી, સૈમુઅલ મિરાંડ, સિદ્ધાર્થ પીઠાની સાથે તેમના મિત્રો આવીને પાર્ટી કરતા હતા. આ સાથે જ બોલીવુડના ઘણા મોટા નામ આ ફાર્મ હાઉસ પર પાર્ટી કરતા હતા. એનસીબીની રેડમાં ઘણા હુક્કા, દવાઓ, એશ ટ્રે જેવી વસ્તુઓ મળી હતી. એનસીબીના સૂત્રોના અનુસાર તેમાંથી ઘણી પાર્ટીઓ તો તે દૌરમાં કરવામાં આવી હતી જ્યારે સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશન માટે સ્ટેરોઇડ્સ લઇ રહ્યો હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube