રાંચીઃ Lalu Yadav Health Update આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની સ્થિતિ ગંભીર છે. તેઓ શ્વાસ લઈ શકતા નથી. તેમના ચેસ્ટમાં ઇન્ફેક્શન અને નિમોનિયાની ફરિયાદ છે. જાણકારી પ્રમાણે રાંચીની રિમ્સ હોસ્પિટલમાં પેઇંગ વોર્ડમાં ચારા કૌભાંડ મામલામાં સજા કાપી રહેલા લાલુ પ્રસાદ યાદવની તબીયત ગુરૂવારે સાંજે અચાનક બગડી હતી. ત્યારબાદ હોસ્પિટલમાં હડકંપ મચી ગયો હતો. જાણકારી મળતા ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા પણ લાલુ યાદવની તબીયત જાણવા પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોક્ટરો પ્રમાણે લાલુ યાદવને શ્વાસ લેવામાં અચાનક મુશ્કેલી શરૂ થઈ હતી. તત્કાલ તેની સૂચના ડોક્ટરોને આપવામાં આવી હતી. સૂચના મળતા ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી બન્ના ગુપ્તા, રિમ્સ ડાયરેક્ટર ડો. વિવેક કશ્યપ અને લાલુ પ્રસાદ યાદવની સારવાર કરી રહેલા ડોક્ટર ઉમેશ પ્રસાદ તેમને જોવા પેઇંગ વોર્ડ પહોંચ્યા હતા. 


લાલુ પ્રસાદની સ્થિતિ જાણ્યા બાદ બન્ના ગુપ્તા પરત ફર્યા છે. ડોક્ટર હજુ લાલુ પ્રસાદ યાદવની સારવારમાં લાગેલા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર લાલુમાં નિમોનિયાના લક્ષણ જોવા મળી રહ્યા છે. કોરોના તપાસ માટે તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે. રેપિડ એન્ટીજન ટેસ્ટમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. તો આરટી પીસીઆરનો રિપોર્ટ આવવાનો બાકી છે. તેમનો એક્સ રે પણ કરવામાં આવ્યો છે. તેમાં થોડુ ઇન્ફેક્શન જોવા મળ્યું છે. 


આ પણ વાંચોઃ Farmers Protest: કિસાનોએ ઠુકરાવ્યો સરકારનો પ્રસ્તાવ, કહ્યું- MSP પર બને અલગ કાયદો


રિમ્સમાં ભેગા થયા લાલુના સમર્થક
લાલુ પ્રસાદની તબીયત ખરાબ થવાના સમાચાર મળવાની સાથે લાલુ પ્રસાદના સમર્થકો હોસ્પિટલની બહાર ભેગા થયા હતા. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube