Farmers Protest: કિસાનોએ ઠુકરાવ્યો સરકારનો પ્રસ્તાવ, કહ્યું- MSP પર બને અલગ કાયદો

કિસાન નેતા જોગિંદર સિંહ ઉગરાહાંએ કહ્યુ કે, સરકાર જ્યાં સુધી કૃષિ કાયદાને પરત લેશે નહીં. ત્યાં સુધી પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવશે નહીં. કાલે અમે સરકારને કહીશું કે આ કાયદાને પરત લેવા, એમએસપી પર કાયદો બનાવવો આ અમારૂ લક્ષ્ય છે. 

  Farmers Protest: કિસાનોએ ઠુકરાવ્યો સરકારનો પ્રસ્તાવ, કહ્યું- MSP પર બને અલગ કાયદો

નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા (Farmers Protest) ને પરત લેવાની માંગને લઈને છેલ્લા 2 મહિનાથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા કિસાનોએ દોઢ વર્ષ માટે કૃષિ કાયદાને સ્થગિત કરવાના સરકારના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે. સરકારના પ્રસ્તાવ પર સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યુ કે, જ્યાં સુધી કાયદો પરત લેવામાં આવશે નહીં, ત્યાં સુધી અમે કોઈ પ્રસ્તાવનો સ્વીકાર નહીં કરીએ. પરંતુ 26 જાન્યુઆરીએ કિસાન ટ્રેક્ટર માર્ચ કાઢશે કે નહીં, હાલ તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 

ખેડૂતોની એક જ માંગ- કાયદો રદ્દ કરો
કિસાન નેતા જોગિંદર સિંહ ઉગરાહાંએ કહ્યુ કે, સરકાર જ્યાં સુધી કૃષિ કાયદાને પરત લેશે નહીં. ત્યાં સુધી પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવશે નહીં. કાલે અમે સરકારને કહીશું કે આ કાયદાને પરત લેવા, એમએસપી પર કાયદો બનાવવો આ અમારૂ લક્ષ્ય છે. અમે સર્વસંમત્તિથી નિર્ણય લીધો છે. 22 જાન્યુઆરીએ સરકાર અને કિસાનો વચ્ચે ફરી એકવાર બેઠક થશે. 

— ANI (@ANI) January 21, 2021

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આપ્યો હતો પ્રસ્તાવ
મહત્વનું છે કે કેન્દ્ર સરકાર અને કિસાનો વચ્ચે બુધવાર (20 જાન્યુઆરી) ના 10માં રાઉન્ડની વાતચીત થઈ હતી. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થયેલી બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર  (Narendra Singh Tomar) એ કિસાનોને કહ્યુ કે, હાલ નવા કૃષિ સુધાર કાયદા સ્ટે લગાવી દીધો છે. સરકાર પણ આગામી એક-દોઢ વર્ષ માટે આ કાયદાના અમલને સ્થગિત કરવા માટે તૈયાર છે. આ દરમિયાન કિસાન યુનિયન અને સરકાર મળીને વાત કરે અને આ મામલાનું સમાધાન શોધે. 

કૃષિ મંત્રી બોલ્યા- કિસાન સંગઠન પર વિચાર કરે
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, આજે અમારો પ્રયાસ હતો કે કોઈ નિર્ણય થઈ જાય. કિસાન યુનિયન કાયદો પરત લેવા પર અડગ હતા અને સરકાર ખુલા મનથી કાયદાની જોગવાઈઓ અનુસાર વિચાર કરવા અને સંશોધન કરવા તૈયાર હતી. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે થોડા સમય માટે કૃષિ સુધાર કાયદાને સ્થગિત કર્યા છે. સરકાર 1-1.5 વર્ષ સુધી પણ કાયદાને લાગૂ થતો રોકવા માટે તૈયાર છે. આ દરમિયાન કિસાન યુનિયન અને સરકાર વાત કરે અને સમાધાન કાઢે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news