રોહતક ગેંગરેપ કેસ: 7 આરોપીઓને મોતની સજા, ટ્રાયલ કોર્ટના નિર્ણય HCનું સમર્થન
રોહતક ગેંગરેપના 7 આરોપીઓને નીચલી કોર્ટ દ્વારા સુનાવણીમાં ફાંસીની સજા પર હાઇકોર્ટે ચૂકાદો આપ્યો છે. આ મામલે ચર્ચા દરમિયાન હરિયાણા સરકારે આ કેસની સરખામણી દિલ્હીના નિર્ભયા ગેંગ રેપથી કરતા જજમેન્ટની કોપી હાઇકોર્ટમાં દાખલ કરી હતી.
નવી દિલ્હી: પંજાબ હરિયાણા હાઇકોર્ટે 2015માં રોહતકમાં થયેલા ગેંગરેપના સાત આરોપીઓની સજાની સામે અપીલને નકારતા મર્ડર રેફરેન્સ પર તેમની સજાને યથાવત રાખી છે. એટલે કે 7 આરોપીઓને નીચલી કોર્ટ દ્વારા સુનાવણીમાં ફાંસીની સજા પર હાઇકોર્ટે ચૂકાદો આપ્યો છે. આ મામલે ચર્ચા દરમિયાન હરિયાણા સરકારે આ કેસની સરખામણી દિલ્હીના નિર્ભયા ગેંગ રેપથી કરતા જજમેન્ટની કોપી હાઇકોર્ટમાં દાખલ કરી હતી.
વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: MP માટે કોંગ્રેસે સંભવિત ઉમેદવારોની યાદી કરી જાહેર, દિગ્વિજય લિસ્ટથી બહાર
હરિયાણા સરકારે વકીલ દીપક સબરવાલને જણાવ્યું કે હાઇકોર્ટના જસ્ટિસ એ બી ચોધરી પર આધારિત ડિવિઝન બેંચે આ મામલે રેર ઓફ રેરેસ્ટ ગણતા આરોપીઓની મિલકત વેચીને સરકારે 50 લાખ રૂપિયાની વસૂલાત કરવાનો આદેશ આપ્યો છે. તેમાંથી 25 લાખ રૂપિયા મૃતકની બહેનને આપવામાં આવશે અને 25 લાખ રૂપિયા સરકારી ખાતમાં જમા કરાવવામાં આવશે. આ મામલે હરિયાણા સરકાર જુલાઇ મહિનામાં તેનો રિપોર્ટ હાઇકોર્ટમાં આપશે.