લોકસભા ચૂંટણી 2019: MP માટે કોંગ્રેસે સંભવિત ઉમેદવારોની યાદી કરી જાહેર, દિગ્વિજય લિસ્ટથી બહાર
લોકસભા ચૂંટણી 2019માં મધ્ય પ્રદેશની 29 બેઠકો માટે કોંગ્રેસ અને ભાજપ તરફથી અત્યારે સુધી ઉમેદવારોની જાહેરાત કરી નથી. પરંતુ સંભવિત ઉમેદવારોને લઇને અટકળો અને અનુમાનનો દોર ચાલી રહ્યો છે
Trending Photos
ભોપાલ: લોકસભા ચૂંટણી 2019માં મધ્ય પ્રદેશની 29 બેઠકો માટે કોંગ્રેસ અને ભાજપ તરફથી અત્યારે સુધી ઉમેદવારોની જાહેરાત કરી નથી. પરંતુ સંભવિત ઉમેદવારોને લઇને અટકળો અને અનુમાનનો દોર ચાલી રહ્યો છે. આ વચ્ચે કોંગ્રેસની સંભવિત ઉમેદવારોની યાદી ચર્ચાનો વિષય બની છે. આ યાદીમાં મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહનું નામ નથી. જણાવી દઇએ કે, એમપીના સીએમ કમલનાથે દિગ્વિજય સિંહને ચૂંટણી લડવાને લઇને કહ્યું હતું કે, દિગ્વિજય જી એમપીની સૌથી નબળી બેઠક પસંદ કરી લે અને ત્યાંથી ચૂંટણી લડે. ત્યાર બાદ દિગ્વિજય સિંહએ ટ્વિટ કરી કહ્યું કે જ્યાંથી રાહુલ ગાંધીનો આદેશ હશે હું ત્યાંથી ચૂંટણી લડીશ.
વધુમાં વાંચો: PMના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે પ્રિયંકા ગાંધી, કાશી વિશ્વનાથ મંદિરમાં કરશે વિશેષ પૂજા
તમને જણાવી દઇએ કે મધ્ય પ્રદેશમાં લોકસભા ટિકિટ વહેંચણીને લઇને કોંગ્રેસની નવી દિલ્હીમાં બુધવારે 3 દિવસ સુધી બેઠક થવા જઇ રહી છે. તેમાં 8થી 10 બેઠકો પર નામ ફાઇનલ કરી તેમને ગુરૂવારે સીઇસીને મોકલી દેવામાં આવશે. જ્યાં તેને અંતિમ રૂપ આપવામાં આવશે. તેમાં ગુના-શુવપૂરીથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રતલામથી કાંતિલાલ ભૂરિયા અને છિંદવાડાથી નકૂલ નાથનું નામ લગભગ નક્કી છે. આ ઉપરાંત ખંડવાથી અરૂણ યાદવ, ધારથી રાજૂખેજી, સાગરથી પ્રભુસિંહના નામની ચર્ચાઓ ચાલી રહી છે. રાજ્યમાં પહેલા તબક્કાની ચૂંટણી 29 એપ્રિલે થવાની છે. આ બેઠકોમાં સીધી, શહડોલ, જબલપૂર, મંડલા, બાલાઘાટ, છિંડવાડા બેઠક છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, હોળી બાદ આ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત થઇ શકે છે. કોંગ્રેસની તરફથી 25 બેઠકો પર જે ઉમેદવારોની ચર્ચા તાલી રહી છે તેમના નામ નીચે મુજબ છે.
કોંગ્રેસના સંભવિત ઉમેદવાર
1. ગુના- જ્યોતિરાદિત્ય સિંધિયા (ગ્વાલિયરથી પણ તૈયારી)
2. મુરૈના - રામ નિવાસ રાવત, બલવીર દંડોતિયા
3. ભોપાલ - અનિલ શાસ્ત્રી, ગોવિંદ ગોયલ, કૈલાશ મિશ્રા
4. ભિંડ - મહેન્દ્ર બૌદ્ધ, અનિતા અહિરવાર
5. ગુના - પ્રિયદર્શિની રાજે સિંધિયા, જ્યોતિરાદિત્ય સિંધિયા
6. બાલાઘાટ - મધૂ ભગત, પવન કાવરે
7. છિંદવાડા - નકૂલ નાથ
8. મંડલા - ગુલાબ સિંહ, એનપી વરકડે
9. શહડોલ - હિમાદ્રી સિંહ, પ્રમિલા સિંહ
10 સીધી - અજય સિંહ રાહલ
11. સતના - રાજેન્દ્ર સિંહ
12. રીવા - સિદ્ધાર્થ રાજ તિવારી, પુષ્પરાજ સિંહ
13. ઉજ્જૈન - નીતિશ સિલાવટ, સીમા પરમાર
14. દમોર - રામકૃષ્ણ કુસમારિયા, પ્રતાપ સિંહ લોધી
15. સાગર - પ્રભુ સિંહ ઠાકૂર, ભુપેન્દ્ર ગુપ્તા
16. રાજગઢ - (સર્વેના આધાર પર)
17. ખરગૌન - પ્રવીણા બચ્ચન
18. ખજૂરાહો - રામકૃષ્ણ કુસમારિયા, દિવ્યા રાની સિંહ
19. હોશંગાબાદ - રામેશ્વર નીખરા, સુરેશ પચૌરી, સવિતા દિવાન શર્મા
20. રતલામ - કાંતિલાલ ભૂરિયા
21. ધાર - ગજેન્દ્ર સિંહ રાજૂખેડી
22. ખંડવા - અરૂણ યાદવ
23. બૈતૂલ - અજય શાહ મકડાઇ
24. મંદસૌર - મીનાક્ષી નટરાજન, રાજેન્દ્ર સિંહ ગૌતમ
25. દેવાસ - પ્રહલાદ ટિપાનિયા
26. ઇન્દોર - રેણુકા પટવારી, અર્ચના જાયસવાલ, પંકજ સંઘવી
27. જબલપૂર - વિશ્વ મોહન દાસ, અન્નૂ જગત સિંહ
28. ટીકમગઢ - સંજય કસગર, આનંદ અહિરવાર
29. વિદિશા - શૈલેન્દ્ર પટેલ, રાજકુમાર પટેલ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે