રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજથી બે દિવસના ભારત પ્રવાસે, USના સખત વિરોધ વચ્ચે કરશે આ ડીલ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન આજથી બે દિવસના ભારત પ્રવાસે છે. આ દરમિયાન ભારત રશિયા સાથે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ પર હસ્તાક્ષર કરી શકે છે.
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન આજથી બે દિવસના ભારત પ્રવાસે છે. આ દરમિયાન ભારત રશિયા સાથે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ પર હસ્તાક્ષર કરી શકે છે. પુતિન પોતાના ભારત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાર્ષિક ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે. બંને નેતાઓ ઈરાન પર અમેરિકી પ્રતિબંધને ધ્યાનમાં રાખીને ક્રુડ ઓઈલની સ્થિતિ સહિત વિભિન્ન દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરી શકે છે.
19માં ભારત-રશિયા સંમેલન દરમિયાન બંને નેતાઓ રશિયન ડિફેન્સ કંપનીઓ પર અમેરિકી પ્રતિબંધના બેકગ્રાઉન્ડમાં દ્વિપક્ષીય રક્ષા સંબંધોની પણ સમીક્ષા કરી શકે છે. પુતિનના આ ભારત પ્રવાસ દરમિયાન મુખ્ય ભાર એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ડીલ પર કેન્દ્રીત રહેશે. રશિયાના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે કહ્યું હતું કે આ પ્રવાસની મુખ્ય વિશેષતા એસ-400 એર ડિફેન્સ સિસ્ટમની આપૂર્તિ માટે ડીલ પર હસ્તાક્ષર કરવાના હશે અને આ કરાર પાંચ અબજ ડોલરની રકમ કરતા વધુનો હશે.
ભારત આવી રહ્યાં છે પુતિન, અમેરિકા છે એકદમ ધૂંઆપૂંઆ, ખાસ જાણો કારણ
પુતિનના ટોચના વિદેશ નીતિ સલાહકાર યુરી ઉશાકોવે કહ્યું કે રાષ્ટ્રપતિ ચાર ઓક્ટોબરના રોજ ભારત રવાના થઈ રહ્યાં છે. આ દરમિયાન એસ-400 એર ડિફેન્સ સિસ્ટમની આપૂર્તિ માટેના કરાર પર ભાર રહેશે. આ ખરીદથી અમેરિકાના કાઉન્ટરિંગ અમેરિકા એડવર્સરીઝ થ્રુ સેક્શન એક્ટ (સીએએટીટીએસએ)નો ભંગ થશે. જો કે તેમાં છૂટ મળવાની શક્યતા છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 19મી ભારત-રશિયા શિખર વાર્તા માટે 4-5 ઓક્ટોબરના રોજ દિલ્હીની મુલાકાતે હશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન મોદી સાથે અધિકૃત રીતે વાર્તા કરશે. તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પણ મુલાકાત કરશે. હાલમાં જ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ભારત-રશિયા ઈન્ટર ગવર્મેન્ટલ કમીશન અને ટેક્નિકલ ઈકોનોમિક કો ઓપરેશન(આઈઆરઆઈજીસી-ટેક)ની 23મી બેઠકમાં ભાગ લેવા માટે રશિયાના પ્રવાસે ગયા હતાં.
(ઈનપુટ-ભાષામાંથી)