રાહુલ ગાંધીના ઈશારે થઈ રહ્યો છે શ્રીરામ મંદિરના ભૂમિ પૂજનનો વિરોધ?
લગભગ દોઢસો વર્ષ જૂની કાનૂની લડાઈ બાદ અંજામ સુધી પહોંચેલા શ્રીરામ મંદિર (Ram Temple) ના નિર્માણ પર ફરીથી એકવાર કોર્ટની સુનાવણીનો ઓછાયો પડ્યો છે. કોંગ્રેસ (Congress) ના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ના નીકટના એક એનજીઓ એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી નાખીને 5 ઓગસ્ટના પ્રસ્તાવિત ભૂમિ પૂજન પર રોક લગાવવાની માગણી કરી છે. ગોખલેનું કહેવું છે કે જ્યારે બકરી ઈદ પર સામૂહિક નમાજની મંજૂરી નથી અપાઈ તો ભૂમિ પૂજન કેવી રીતે થઈ શકે છે. ગોખલેએ કહ્યું કે ભૂમિ પૂજનથી કોરોના સંક્રમણનું જોખમ વધી શકે છે.
નવી દિલ્હી: લગભગ દોઢસો વર્ષ જૂની કાનૂની લડાઈ બાદ અંજામ સુધી પહોંચેલા શ્રીરામ મંદિર (Ram Temple) ના નિર્માણ પર ફરીથી એકવાર કોર્ટની સુનાવણીનો ઓછાયો પડ્યો છે. કોંગ્રેસ (Congress) ના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ના નીકટના એક એનજીઓ એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી નાખીને 5 ઓગસ્ટના પ્રસ્તાવિત ભૂમિ પૂજન પર રોક લગાવવાની માગણી કરી છે. ગોખલેનું કહેવું છે કે જ્યારે બકરી ઈદ પર સામૂહિક નમાજની મંજૂરી નથી અપાઈ તો ભૂમિ પૂજન કેવી રીતે થઈ શકે છે. ગોખલેએ કહ્યું કે ભૂમિ પૂજનથી કોરોના સંક્રમણનું જોખમ વધી શકે છે.
અત્રે જણાવવાનું કે અયોધ્યા તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે બેઠકબાદ 3 કે 5 તારીખ નક્કી કરી હતી. ટ્રસ્ટે ભૂમિ પૂજન કરવા માટે પીએમ મોદીને નિમંત્રણ પણ પાઠવ્યું હતું. જેને તેમણે સ્વીકાર્યું. પીએમ મોદી 5 ઓગસ્ટના રોજ શ્રીરામ મંદિરના ભૂમિ પૂજન માટે અયોધ્યા જઈ રહ્યાં છે. આ દરમિયાન તેઓ સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અયોધ્યામાં જ રહેશે. મંદિરના ભૂમિ પૂજન માટે બપોરે 12:15 વાગ્યાનું શુભ મુહૂર્ત નક્કી કરાયું છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સહિત લગભગ 300 લોકો અયોધ્યામાં હાજર રહેશે.
પીએમ મોદી (PM Narendra Modi) ના અયોધ્યા જતા પહેલા જ એક વિવાદ શરૂ થઈ ગયો. એક એનજીઓ ચલાવતા એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ અલાહાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો છે. ગોખલેએ આ પત્રને જનહિત અરજી માનવાનો આગ્રહ કરતા લખ્યું છે કે આ ભૂમિ પૂજન કેન્દ્ર સરકારની અનલોક-2 ગાઈડલાઈનનો ભંગ છે. યુપી સરકાર કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં છૂટ આપી શકે નહીં. ગોખલેએ કહ્યું કે બકરીઈદ પર સામૂહિક નમાજની મંજૂરી અપાઈ નથી. આામાં ભૂમિ પૂજનની મંજૂરી કેવી રીતે અપાય. તેમણે તેનાથી કોરોના સંક્રમણ ફેલાવવાનો અંદેશો પણ વ્યક્ત કર્યો.
કોણ છે સાકેત ગોખલે?
સાકેત ગોખલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના નીકટના છે. સાકેત ગોખલેની રાહુલ ગાંધી સાથે અનેક તસવીરો છે. સાકેત ગોખલેએ રાહુલ ગાંધીની અનેક ટ્વિટ્સ રિટ્વિટ કરી છે. ZEE NEWS સાથેની વાતચીતમાં સાકેત ગોખલેએ પોતાને ભાજપ વિરોધી ગણાવ્યાં હતાં. જો કે અગાઉ તેઓ પોતાને નિષ્પક્ષ ગણાવતા હતાં. સાકેતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો.
સાકેત ગોખલે તરફથી મોકલવામાં આવેલી પત્ર અરજીને હજુ સુધી અલાહાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસે સુનાવણી માટે મંજૂર કરી નથી. પિટિશનમાં રામ મંદિર ટ્રસ્ટની સાથે જ કેન્દ્ર સરકારને પણ પક્ષકાર બનાવવામાં આવી છે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube