નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા સંબિત પાત્રા  (sambit patra)મા કોરોનાના લક્ષણ મળ્યા છે. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ સંબિત પાત્રાના ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી સંબિત તરફથી તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે સંબિત પાત્રા ખુદ પણ ડોક્ટર છે. તે હિન્દુ રાવ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર રહ્યા છે. રાજનીતિની વાત કરીએ તો સંબિત પાત્રાએ 2019માં લોકસભા ચૂંટણીમાં ઓડિશાની પુરી સીટથી ચૂંટણી લડી હતી. પરંતુ બીજુ જનતા દળના પિનાકી મિશ્રાએ તેને હરાવી દીધા હતા. આ પહેલા 2012માં સંબિતે ભાજપ તરફથી કોર્પોરેટરની ચૂંટણી લડી હતી. ત્યારે કાશ્મીરી ગેટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હારી ગયા હતા. હાલ સંબિત ટીવી ડિબેટમાં છવાયેલા રહે છે. 


હવે સંબિત પાત્રાને કોરોના છે કે નહીં તેનો રિપોર્ટ થશે. પરંતુ પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેઓ મહારાષ્ટ્ર સરકારમાં બીજો કોરોના સંક્રમિત મંત્રી હતી. આ પહેલા એનસીપી તરફથી મંત્રી અહવાદ સંક્રમિત થયા હતા. 


91 લાખ શ્રમિકો પહોંચ્યા ઘરે, 84 લાખ ફુડ પેકેજ ફ્રીમાં આપવામાં આવ્યા, સુપ્રીમમાં સરકારે ગણાવ્યા આંકડા  


દેશની વાત કરીએ તો ગુરૂવારે સવાર સુધી કોરોનાકેસોની સંખ્યા 1,58,333 થઈ ચુકી છે. તેમાંથી 67,692 લોકો અત્યાર સુધી સાજા થઈ ગયા છે જ્યારે 4531 લોકોના મૃત્યુ થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર