સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય રાજ્ય સરકાર આપશે શ્રમિકોનું ભાડું અને ભોજન

સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારે પ્રવાસી મજૂરોના મુદ્દા પર સુનાવણી થઈ હતી. સરકાર તરફથી આ દરમિયાન કોર્ટમાં જણાવવામાં આવ્યું કે, અત્યાર સુધી 91 લાખ મજૂરોને શિફ્ટ કરવામાં આવ્યા છે. 

 સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય રાજ્ય સરકાર આપશે શ્રમિકોનું ભાડું અને ભોજન

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટ વચ્ચે પ્રવાસી મજૂરોને ઘણા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલાને લઈને ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ, જેમાં સરકાર તરફથી  હાલની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ દલીલો આપી હતી. તો કોર્ટ તરફથી આ દરમિયાન રેલ ટિકિટો, જમવાની સુવિધાને લઈને સવાલ કરવામાં આવ્યા હતા. 

સુપ્રીમ કોર્ટનો આદેશ
પ્રવાસી મજૂરોને લઈને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે પ્રવાસી શ્રમિકો પાસે બસ અને રેલનું ભાડુ લેવામાં આવશે નહીં. સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રેલમાં યાત્રા કરનારા મજૂરો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે. રેલવે પ્રવાસી મજૂરોના ભોજનની વ્યવસ્થા કરે. બસોમાં સફર કરનારા મજૂરો માટે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે. 

સરકાર તરફથી કોર્ટમાં જે મોટી વાતો જણાવવામાં આવી, તેના પર નજર કરીએ....

- 1 મેથી 27 મે સુધી રેલવેએ 3700 ટ્રેન ચલાવી.

- આ ટ્રેનોમાં અત્યાર સુધી 91 લાખ મજૂરોને ઘરે પહોંચાડવામાં આવ્યા.

- એક રાજ્યથી બીજા રાજ્યોમાં ટ્રેનોને બંન્નેની સમહતિથી મોકલવામાં આવી રહી છે.

- 84 લાખ મજૂરોને રેલવેએ ફ્રી ફુડ પેકેટ ઉપલબ્ધ કરાવ્યા.

- પરત જનારા 80 ટકા મજૂર ઉત્તર પ્રદેશ કે બિહારના રહેવાસી હતી.

- માત્ર યૂપી-બિહાર વચ્ચે 350થી વધુ ટ્રેનો ચલાવવામાં આવી છે.

- શ્રમિકોની ટ્રેનને ત્યાં સુધી ચલાવવામાં આવશે, જ્યાં સુધી બધા મજૂર ઘરે ન પહોંચી જાય.

પ્રવાસી મજૂરોના મુદ્દે સુપ્રીમમાં સુનાવણી જારી, સરકારે કહ્યું- અમે ચલાવી 3700 ટ્રેનો
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પૂછ્યુ કે ટિકિટોના પૈસા કોણ આપી રહ્યું છે? તેના પર સરકારે કહ્યું કે, કેટલિક જગ્યાએ રાજ્ય પૈસા આપી રહ્યાં છે, જ્યારે કેટલાક રાજ્યોને રેલવે તરફથી રિઇંબર્સ કરવામાં આવી રહ્યાં છે. 

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિલ કૌલે પૂછ્યું કે તે વાતની કઈ રીતે ખાતરી કરવામાં આવી રહી છે કે મજૂરો પાસે પૈસા માગવામાં આવી રહ્યાં નથી અને તેને કોઈ મુશ્કેલી થતી નથી. તેના પર સોલિસિટર જનરલ તરફથી કહેવામાં  આવ્યું કે, અમે તેના પર વિસ્તૃત જવાબ આપીશું, જેના માટે અમારે સમય જોઈએ. 

ચાલીને જઈ રહેલા મજૂરોને લઈને સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, ચાલીને જતા લોકોને સરકારી બસોમાં બેસાડીને નજીકના રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવી રહ્યાં છે. જેથી લોકો ટ્રેનમાં જઈ શકે. અમને રિપોર્ટ રજૂ કરવા દો, તેમાં સંપૂર્ણ માહિતી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news